Vadodara

અમદાવાદના શખ્સે શહેરના ફોટોગ્રાફર સાથે 32 હજારની છેતરપિંડી કરતા ફરિયાદ

વડોદરા: શહેર નાં તાંદલજા વિસ્તારમાં રહેતા સીદ્દીકભાઇ કામસભાઇ ઘાંચી(ઉ.33)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘હું ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવીને મારુ ગુજરાન ચલાવુ છું. છેલ્લા એક વર્ષથી મારા વ્હોટ્સએપ પર ફોટોગ્રાફીને લગતી ઇલેક્ટ્રીક વસ્તુઓ વેચવા માટે મેસેજ આવતા હતા.

ગુગલ પેથી મોકલ્યા 32,500 રૂપિયા
ગત 18 જૂન-2022નાં રોજ હું મારા ઘરે હતો. તે સમયે મને ફોટોગ્રાફીને લગતા આવેલા મેસેજ જોઇને મે કેમેરો અને કેમેરાની લાઇટની જરૂરિયાત હોવાથી વ્હોટ્સએપ નંબર પર તેનો સંપર્ક કર્યો. જેથી મને તેણે આધારકાર્ડનો ફોટો વ્હોટ્સએપ પર મોકલ્યો હતો. આ આધારકાર્ડ મુજબ તેનુ નામ બટ્ટા રહિતવિક અનિલકુમાર (રહે. બી-36, કેશવપાર્ક સોસાયટી, સ્વામીનારાયણ મંદિર, નરોડા, અમદાવાદ) હતું. વ્હોટ્સએપ પર થયેલી ચર્ચા મુજબ તેણે કેમેરાની કિંમત 65 હજાર અને લાઈટની કિંમત 15 હજાર નક્કી કરી હતી.

આ બંને કિંમત મળીને કુલ 80 હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું એટલે મે એડવાન્સ પેટે 32,500 રૂપિયા ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. એક અઠવાડિયામાં કેમેરો અને લાઈટ મળી જશે તેવો વાયદો કર્યો હતો અને પછી ખોટા-ખોટા વાયદાઓ કરીને સામાન મોકલાવ્યો નહોતો અને મને ઉડાઉ જવાબો આપ્યા હતા. કેમેરો અને લાઇટ ન મોકલીને તેણે મારી સાથે છેતરપિંડી કરી હતી. જેથી આરોપી બટ્ટા સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામા આવતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top