Vadodara

સગીરાના બેરોજગાર પિતાને નોકરીની લાલચ આપી હવસખોર સરપંચની દુષ્કર્મની કોશિશ

પાદરા: પાદરા તાલુકાના દૂધવાળા ગામના સરપંચ વિરુદ્ધ 16 વર્ષની સગીરાને અવારનવાર ફોન કરી તેમજ વોટસઅપ મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની તેમજ બળાત્કાર કરવાની કોશિશ કરવાની ફરિયાદ યુવતીએ વડુ પોલીસ મથકે નોંધાવતા વડુ પોલીસે દૂધવાળા ગામના સરપંચ ઉત્તમ ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરતા સમગ્ર પાદરા પંથકના સરપંચ સંઘ આલમમાં તેમજ વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી છે.

પાદરા તાલુકામાં રેહતી 16 વર્ષની યુવતીએ ધોરણ 10 માં અભ્યાસ સુધીનો અભ્યાસ કરેલ છે અને જેને દૂધવાળા ગામનો કહેવાતો રીઢો સરપંચ કે જેની ઉઠક બેઠક ક્રીમ વિસ્તાર ગણાતા એવા દૂધવાળા વિસ્તારની કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરો તેમજ અન્ય અધિકારીઓ સાથે હોય અને 1 કરોડ જેટલી આકારની ધરાવતા તેવા ઉત્તમભાઈ પટેલને 16 વર્ષની યુવતીએ ફોન કરેલ અને કહેલ કે મારા પિતા નોકરી લાગી જાય તેવી ગોઠવણ કરી આપો જેથી ટોચ પરની કંપનીઓ કહેવાતી દૂધવાળાની કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અન્ય અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સાથેના અંગત બેઠકોના સંબંધો સાચવતા સરપંચ તરીકેના સંબંધને લઈને યુવતીએ સરપંચ ઉત્તમ પટેલને પોતાના પિતાને નોકરી લગાવવી આપવા માટે ભલામણ કરી હતી.

જેનો લાભ ઉઠાવી સરપંચ ઉત્તમ પટેલે ગામની જ સીમમાં આવેલ સોહમ કંપની પાસે તેને બોલાવી હતી અને જે જગ્યા પર સરપંચ ઉત્તમને મળવા માટે યુવતી પોતાના પિતાને સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ છેલ્લા બે ત્રણ મહિનાથી મોબાઈલ દ્વારા ઉત્તમ પટેલ થકી વોટસઅપ ઉપર અવારનવાર પિતાનો નોકરી આપવા વાળા બાબતે યુવતી સાથે સરપંચ સાથે વાતચીત ચાલતી હતી. ત્યારબાદ સરપંચ ઉત્તમ પટેલે યુવતીનો ગેરલાભ ઉઠાવી યુવતીને ફરવા બોલાવવા જણાવ્યું હતું.

ત્યારે યુવતીએ રીપ્લાય આપી ન હતી ત્યારે સરપંચ મેસેજ કરતા હતા કે તું અહીંયા એક વખત આવી જા તારા પિતાની હું નોકરી અપાવી દઈશ તેવું જણાવી અવારનવાર વોટસઅપ પર ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરતા હતા. ત્યારે કંટાળીને યુવતી પોતાના પિતા સાથે સોહમ કંપનીમાં પિતાને નોકરી પર લગાડવાની લાલચે ગયેલ હતી તે દરમ્યાન સરપંચ ઉત્તમ પટેલ એ કહેલ કે તારા પિતાને નોકરી લગાવી દઈશ પણ તે માટે તારે મારા ગોડાઉનમાં આવવું પડશે દસ મિનિટ થશે તેમ કહેવા લાગેલ અને યુવતીનો હાથ પકડી કહેલ કે ચાલ વાર નહીં લાગે એમ કહી બોલાવતા હતા. તે બાબતની ફરિયાદ સગીર યુવતીએ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top