Vadodara

સરકારે શહેરના વિકાસ માટે 184.9 કરોડમંજૂર કર્યા પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર

વડોદરા : રાજ્ય સરકાર વડોદરા ના વિકાસ માટે અત્યાર સુધી કરોડો રૂપિયા મંજુર કર્યા છે. પરંતુ રોડ, રસ્તા, ડ્રેનેજ, અને હેરિટેજ ઇમારતો, વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ, અને સ્ટેશન વિસ્તાર નું મુખ્ય રેલવે ગરનાળુ ની સમસ્યા ઠેર ની ઠેર જ જોવા મળે છે.શહેર ના કેટલાય વિસ્તારોમા પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. રોડ રસ્તા ઉબડખાબડ જોવા મળે છે. વિના વરસાદે રોડ પર ભુવા જોવા મળે છે. આમ સરકાર રૂપિયા ની લ્હાણી કરે છે. પરંતુ સામાન્ય નાગરિકો વેરો ભરે છે છતાં તેમની સામાન્ય સમસ્યા હલ થતી નથી. નાગરિકો નું કહેવું છે કે રાજ્ય સરકાર કરોડો રૂપિયા આપે છે.

તો જાય છે ક્યાં તેવા વેધક સવાલો પૂછી રહીયા છે. વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ. ૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરવા મા આવી હતી CM એ આ દરખાસ્ત ને અનુમોદન આપ્યું છે. આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર ૨૦૨૧ થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૨,૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧,૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે.જેમાં ગુજરાત ની ત્રણ મહાનગરપાલિકાઓમાં સડક સહિતના વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ 1646 કરોડ મંજુર કર્યા વડોદરાને 184, જામનગરને 432 અને સુરતને 1029 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવવા મા આવશે.

Most Popular

To Top