Charchapatra

ગરબા કલાસીસમાં ચાલતા ગોરખધંધા રોકો

નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધનાના દિવસો છે માતાજીની સ્થાપના કરીને, માજીના અનુષ્ઠાન કરીને તથા નવ દિવસ ઉપવાસ કરી રાત્રે ગરબા ગાઇ માજીના, ગુણગાન ગાવાના દિવસો છે પરંતુ નવરાત્રિના ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવવા માટે આજે ઠેર ઠેર ગરબા કલાસીસ ચાલે છે. ગરબા તો ગુજરાતીના લોહીમાં વણાયેલા છે. એને માટે કલાસીસની શી જરૂર ? ઘણા યુવકો હીંદુ નામ ધારણ કરીને કલાસ ચલાવે છે. અજાણ્યા છોકરા છોકરી ભેગા મળે, આંખ મળે, દોસ્તી થાય અને પછી પ્રેમ પ્રકરણ આગળ વધે.

આમાં ભોગ બનેલ દીકરીઓ સમાજના ડરથી કાયમ પીંખાતી રહી છે. પણ આ માટે દીકરા દીકરીના માતા પિતાએ સજાગ બનવાની જરૂર છે. આપણી દીકરી કયાં જાય છે એ વાતાવરણ કેવું છે ? ત્યાં કેવા છોકરાઓ આવે છે ? એ બધી માહિતી મેળવીને પછી યોગ્ય લાગે તો આપણી દીકરીને ગરબા કલાસમાં મોકલવી જોઇએ જેથી ગરબા કલાસીસમાં ચાલતા ગોરખ ધંધા અટકાવી શકાય. નવરાત્રિના ત્રણ ચાર મહિના પહેલાં શરૂ થતા ગરબા કલાસીસમાં માતાને લગતી ભક્તિ તો દેખાતી નથી દેખાય તો છે ફકત ધર્મના નામે ધતિંગ.
સુરત- શ્રીમતી શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મૂંઝારો
ફેફસાંમાં થતો શ્વાસની મૂંઝવણનો એક રોગ એટલે મૂંઝારો-તેની વાત નથી કરવી. વાત કરવી છે મનના અકળામણની. આજે જયાં જુઓ ત્યાં માત્ર પૈસા પાછળની આંધળી દોટ હોય. વળી હરિફાઈનો જમાનો એટલે દરેકને કોઈક ગૂંચવણ અને મુશ્કેલી હોવાની. દરેક વ્યક્તિ રોજબરોજના જીવન-વ્યવહારમાં બેચેની, વ્યગ્રતા અનુભવે તેની પાછળ અનેકવિધ કારણો આપી શકાય. જીવનમાં ક્યારેક એવા સંજોગોનું સર્જન થાય કે મન અશાંત બને. કેટલાક પ્રસંગે ગભરામણનો અનુભવ પણ થાય. જીવન છે, આ બધું ચાલ્યા કરે…એમ માનીએ, પણ…આકુળતા મનને અકળાવે છે.

અલબત્ત, આવા સમયે મનને મનાવવું જોઈએ કે, જીવન રાહમાં નાના મોટા પ્રશ્નો તો ભરમાર તો ચાલતી જ રહે.  મૂંઝારાનો ઉકેલ છે, હૈયાવરાળ બીજાને જણાવીને થોડીક હાશ અનુભવવી. પ્રશ્નોને સમજપૂર્વક મિટાવવા. માત્ર આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેને જ મૂંઝારો થાય એવું નથી. પૈસાદાર હોય કે ગરીબ, નાના-મોટા સૌને થઈ શકે છે. મૂંઝવણને હળવી બનાવીને આગળ વધવું જોઈએ. સુખ-દુઃખની ઘટમાળ તો ચાલતી રહે, જીવનમાં પ્રશ્નોનો નિકાલ મેળવીને આગળ ને આગળ બસ ચાલતું રહેવાનું છે. ચાલો નિખાલસતા સાથે જીવન જીવીએ, શાંતિ અનુભવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top