તાજેતરના મૂલ્યાંકન મુજબ કુલ પ્રજનન દર 1.9 મહિલા દીઠ જે વસ્તી દર નીચો કહી શકાય છે. જેની તુલનાએ 2.1 આંકડાથી બેલેન્સ જળવાઈ તેના કરતાં જન્મદર ઓછો થઈ ગયો છે.1950 માં ભારતની વસ્તી 1.45 કરતાં વધુ હતી મતલબ એક માતા છ બાળકને જન્મ આપતી. 2023 માં ભારતે વિશ્વમાં પ્રથમ ક્રમ મેળવ્યો ચીનને પાછળ છોડી દીધું છે. ત્યારબાદ હાલના આંકડા મુજબ ભારતનો જન્મ દર ઘટવો મતલબ જે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી ત્યાંની પ્રજા જન્મદરની નહીં પણ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકો પેદા કરે છે.
વસ્તી ઘટવી કે વધવી તે બે પેઢી વચ્ચેનું અંતર સમજ શિક્ષણ બતાવે છે. વસ્તી ઘટી કે વધી તે રાજ્યના આંકડા આ મુજબ છે. બિહાર 2.9 ઉત્તર પ્રદેશ 2.6 મધ્યપ્રદેશ 2.4 રાજસ્થાન 2.3 પણ કેન્દ્રીય રાજધાની દિલ્હીમાં ભારતનો સૌથી નીચો પ્રજનન દર નોંધાયો 1.2 છે. આ દર ફિનલેન્ડ( 1.3 ) કરતાં પણ ઓછો છે. દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ 1.3 નોંધાયો જે પ્રજનન દર નીચો છે. આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, પંજાબ 1.4 છે. ભારતમાં વસ્તી વધઘટ કરતાં આજે સમસ્યાઓ પવનવેગી વધી રહી છે. તેમાં જમીન અને સંસાધનો અતિ મોંઘાં બની ગયાં છે.
આ સમસ્યા જોતાં ભારતનો જન્મદર નીચે જતો હોય તે જ હિતાવહ છે. નેતાઓના દિવસના ભાષણ અને રાત્રી અંધારાની વસ્તી દેશમાં ઘણા બધા પ્રશ્નો લઈને ઊભી થઈ જાય છે. હાલની પરિસ્થિતિ પ્રજનનદર ઘટાડો એ જ હિતાવહ છે. વધુ વસ્તી શિક્ષણ રોજગાર વાહન વ્યવહાર અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ ડગલે ને પગલે માંગે છે. વસ્તીવધારાની સ્પર્ધાની ગણતરી કરવા કરતાં ભ્રષ્ટાચાર અને બેઈમાન નાગરિકોની ગણતરી કરીને સિસ્ટમમાંથી બહાર કાઢવાની સ્પર્ધા દરેક મીડિયાપ્રેમી નાગરિકોએ કરવી જોઈએ. તાપી – હરીશકુમાર ચૌધરી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.