Charchapatra

તમારે કુદરતી રીતે જીવવું છે કે દવા ખાઈને જીવવું છે

ઉપરોક્ત બંને વાત તમારા હાથની છે. જો તમારે કુદરતી રીતે જીવવું હોય અને  સીનીયર સીટીઝન હો તો રોજ સવારે થોડું વોક કરો. પોતાનું કામ બને ત્યાં સુધી જાતે કરો. બપોરે આરામ કરો. ખાવાનું ચાવી ચાવીને ખાવ. સાંજે પાછા થોડું હળવું વોક કરો. સોસાયટી કે ફળિયામાં પોતાની ઉંમરનાં લોકો સાથે 1 કલાક પસાર કરો. જેટલી તમારી એનર્જી બર્ન થાય તેટલો ખોરાક ખાવો. જો આમાં ખોરાકમાં વધારો થાય તો તે ચરબીમાં રૂપાંતર થશે. દવા ખાઈને જીવવું હોય તો દવા એક એવી વસ્તુ છે કે તે એકને દબાવે અને બે ને ઉગામે ટૂંકમાં તેથી આડઅસર થાય છે. મેં એવા ઘણા બધા વ્યક્તિને જોયા છે કે તે રોજથી 20થી 29 ગોળી ખાઈને જીવે છે. દવા જ એવી આજીવિકા અને જિંદગી સંભાળવાનું સાધન છે. તમારે કેવી રીતે જીવવું તેનો વિચાર તમારે કરવાનો છે.
સુરત     – ડોક્ટર મહેશ આઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહાત્મા ગાંધી અને ફૂટબોલ
2026નો ફૂટબોલ વિશ્વકપ 11 જૂનથી શરૂ થયો છે. પહેલો ફૂટબોલ વિશ્વકપ 1930માં ઉરુગ્વેની રાજધાની મોન્ટે વિડિયોમાં રમાયો હતો. યજમાન ટીમ ઉરુગ્વેએ જ ફાઈનલમાં આર્જેન્ટિનાને હરાવીને પ્રથમ ટ્રોફી જીતી હતી. રસપ્રદ વાત એ છે કે મહાત્મા ગાંધીએ 1896માં દ.આફ્રિકામાં ટ્રાન્સવાલમાં પહેલવહેલી ફૂટબોલ કલબની સ્થાપના કરી હતી. પૂજ્ય બાપુ વિવિધ આશ્રમોમાં ફૂટબોલ મેચનું આયોજન કરતાં હતા. તેમનો મૂળ ઈરાદો તો અંગ્રેજો સામે લડનારા ભારતીય લોકોને એકઠા કરવાનો હતો.

એ માટે તેમણે ફૂટબોલની રમતને નિમિત્ત બનાવ્યું. મેચના બહાને લોકો એકઠા થવા લાગ્યાં. તેથી તેમનો ઉદ્દેશ બરાબર પાર પડ્યો. પછી તો પૂ.બાપુની પ્રેરણાથી ઘણી ફૂટબોલ કલબની સ્થાપના થઈ. પૂ.બાપુ તો પોતે ફૂટબોલના સામાન્ય (એવરેજ) ખેલાડી હતા. પણ ફૂટબોલને ગોલ કરવા કીક નહિ, પણ અંગ્રેજોને પરાસ્ત કરવા કીક મારવાની હતી. મેચ શરૂ થાય તે પહેલાં અંગ્રેજો દ્વારા થતા અન્યાય વિરૂધ્ધ ભાષણ કરવામાં આવતું હતું. આ સમય દરમ્યાન પૂ.બાપુની યાદગીરી માટે એક ફેમિલીએ તેમના પુત્રનું નામ ‘‘મહાત્મા ગાંધી હેબર્પિઓ મેટ્રોસ પાઈરસ’’ પાડ્યું હતું. આ દર્શાવે છે કે પૂ.બાપુને માટે ત્યાંનાં લોકોને કેટલો પ્રેમ અને આદર હતો!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top