SURAT

સુરત-હજીરા રોડ પર દોડતા ટ્રેલરના એન્જિનમાં લાગ લાગી, ડ્રાઈવર રસ્તાની વચ્ચે ટ્રેલર મુકી ભાગ્યો

સુરત: સુરતના (Surat) હજીરા-પલસાણા (Hazira) રોડ પર દોડતા ટ્રેલરમાં (FireOnTrailor) અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેલરમાંથી ધુમાડા નીકળતા ટ્રેલરની આસપાસ દોડતા વાહનચાલકોએ ટ્રેલરના ચાલકને જાણ કરી હતી. આગની જાણ થતા જ ટ્રેલરનો ચાલક અને ક્લીનર રસ્તામાં જ ટ્રેલરને ઉભું રાખી ઉતરી ગયા હતા. બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ પણ દોડી ગયું હતું અને ટ્રેલરમાં લાગેલી આગને ઓલવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેલરના એન્જિનમાં આગ લાગી હતી. ડ્રાઈવરને તેની ખબર પડી નહોતી. અન્ય વાહનચાલકે આગ અંગે તેને જાણ કરી હતી.

ઉધના મગદલ્લા રોડ પર ખુલ્લા પ્લોટમાં આગ લાગી
સુરત: ઉધના મગદલ્લા રોડ પર આવેલા નવજીવન સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં મુકેલા સેન્ટિંગના સામાનમાં આગ લાગી હતી. અહીં લાકડા પણ પડ્યા હતા, જેથી આગ વધારે ભભૂકી હતી. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતા ચાર ગાડીઓ દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નવજીવન સર્કલ પાસે શાંતિનાથ મિલની ગલીમાં બ્રિજેશ ગૌરવ લાલ જસવાણીનો ખુલ્લો પ્લોટ આવેલો છે. બ્રિજેશ સેન્ટિંગનું કામ કરતો હોય અહીં મોટી માત્રામાં સેન્ટિંગનો સામન પડ્યો હતો. રાત્રે ઘાસ સહિતની વસ્તુઓમાં આગ લાગ્યા બાદ લાકડાના ટેકા અને પાટિયામાં પણ લાગી હતી.

Most Popular

To Top