SURAT

10 કલાકને બદલે માત્ર 2 કલાકમાં જ કોરોનાના દર્દીની બોડી પરિવારજનોને સોંપી દેવાશે

સુરત : સુરત શહેરની નવી સિવિલ(SURAT CIVIL HOSPITAL)માં આવેલી કોવિડ (COVID) હોસ્પિટલમાં મોડે મોડે પણ તંત્રને બુદ્ધિ સુજી છે. અગાઉ 10 થી 15 કલાક છતાં પણ મૃતકોના સ્વજનોને ડેડબોડી (DEAD BODY)મળતી ન હતી આ માટે સોશિયલ મીડિયા(SOCIAL MEDIA)ના માધ્યમથી એક નવી સિસ્ટમ તૈયાર કરીને હવે માત્ર બે કલાકમાં જ ડેડબોડી તેમના સ્વજનોને સોંપી દેવામાં આવે તેવુ પ્લાનિંગ (PLANING) કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા ડેડબોડી મેનેજમેન્ટ કમિટિ(DEAD BODY MANAGEMENT COMMITTEE)ના ડો. લક્ષ્મણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઇ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થાય છે ત્યારે તે મૃતકનું નામ, સરનામું અને તેનો એમઆરડી નંબર સહિતની વિગતનું એક કોષ્ટક તૈયાર કરીને રેસિડન્ટ ડોક્ટર તેમજ ડેથ કમિટિના વ્હોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. દરેક ફ્લોર ઉપર સર્વન્ટ સહિતની ત્રણ સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ સભ્યો માટે એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે. જ્યારે પણ વ્હોટ્સએપમાં મૃતકનું નામ આવે ત્યારે તે દર્દીનું મોત કયા ફ્લોર ઉપર થયુ છે તે શોધીને ત્યાંના સર્વન્ટને જાણ કરી ડિસ્ચાર્જ પેપર્સ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે. ડેડબોડીને પીપીઇ કીટમાં પેકીંગ કરીને મૃતકના સગાને ફોન કરીને જાણ કરી દેવામાં આવે છે. અને માત્ર બે કલાકમાં જ ડેડબોડી બિલ્ડીંગમાંથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી જાય છે.

ડોક્ટરોની આવી કામગીરીને લઇને સમયનો બચાવ પણ થાય છે અને મૃતકોના સગાને વહેલીતકે ડેડબોડી મળી જાય છે. આ નવી સિસ્ટમ હોવા છતાં પણ ઘણીવાર નાની-મોટી માથાકૂટ થતી હોવાની ઘટનાઓ બની છે.

પહેલા કેવું હતું
આશરે અઠવાડિયા પહેલા જ્યારે કોરોનામાં કોઇપણ વ્યક્તિનું મોત નીપજતું હતુ ત્યારે દર્દીનું મોત કયા ફ્લોર અને કયા વોર્ડમાં થયુ તે અંગે કોઇ ચોક્કસ માહિતી મળતી જ ન હતી. 10 કલાક છતાં પણ ડેડબોડી મળતી ન હતી. આ ઉપરાંત ડેડબોડી ક્યાં મુકી છે તેની પણ માહિતી મળતી ન હતી.

હાલમાં કેવી સિસ્ટમ સેટ કરાઇ..?
હાલમાં જે ફ્લોર ઉપર કોઇ દર્દીનું મોત થાય ત્યારે તેની વિગત ડોક્ટરોના વ્હોટ્સએપ ગ્રૂપ ઉપર મુકી દેવાઇ છે. ત્યારબાદ ડોક્ટરો અને સર્વન્ટો પોતાની જવાબદારી પ્રમાણે કામ પુરુ કરીને માત્ર બે કલાકમાં જ ડેડબોડીનું પેકિંગ કરી પરિવારે ને સોંપી દે છે.

Most Popular

To Top