Columns

કોરોનાનો લાભ લઈને ગ્રેટ રિસેટની યોજના લાગુ પાડવામાં આવી રહી છે

વિશ્વના અમુક અબજોપતિઓની ટોળકીને એક નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવી છે અને એ માટે એમણે ગ્રેટ રિસેટની યોજના બનાવી છે. અબજોપતિઓની આ યોજનાનો 2014 થી પ્રારંભ થયો છે. અબજોપતિઓની આ ટોળકી વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ભાગ છે અને આ ફોરમના સ્થાપક છે ક્લૉસ શવાબ. ગ્રેટ રિસેટ યોજનાની સંકલ્પના ક્લૉસ શવાબની છે અને એ લાગુ પાડવા એમણે અબજોપતિની ટોળકીને ત્રણ પગલાં સૂચવ્યાં.

1) લોકોનાં જીવનનાં દરેક પાસાં પર વિશ્વની નજર હોવી જોઈએ એવો તમારો ઈરાદો જાહેર કરો અને આ ઈરાદાનો સતત પુનરોચ્ચાર કર્યા કરો. એટલે કે લોકોની જીવનશૈલી, એ ક્યાં હરેફરે છે, એમનાં સ્વાસ્થ્ય, વગેરે સહિત લોકોનાં જીવન વિશેની ઝીણામાં ઝીણી બાબતોની નોંધ સરકાર પાસે હોય.

2) તમારો આ સંદેશ કોઈના ગળે ન ઊતરે તો વિશ્વને ગ્રેટ રિસેટની શું કામ જરૂર છે એ બતાવવા પહેલાં કાલ્પનિક મહામારીની વાત કરો.

3) કાલ્પનિક મહામારીથી પણ દાળ ન ગળે તો વાસ્તવિક મહામારી ફેલાય એ માટે રાહ જુઓ.

અબજોપતિની ટોળકીનું માનવું છે કે ગ્રેટ રિસેટને કારણે વિશ્વ વધુ સલામત બનશે. એ ઉપરાંત, વિશ્વમાં સમાનતા આવશે અને એ વધુ સ્થિર પણ બનશે. એમ થશે તો સમાજનાં દરેક પાસાંને બદલી શકાશે. આમાં અર્થતંત્ર, શિક્ષણ, જીવનધોરણ, વગેરે દરેક ચીજનો સમાવેશ છે. આ ફેરફાર લાગુ પાડવા માટે વિશ્વના માથે કોઈ મોટું સંકટ આવે એ જરૂરી હતું અને એના વગર એ શક્ય પણ નહોતું. એ સંકટ કૃત્રિમ કે કુદરતી પણ હોઈ શકે.

એ સંકટ એવું હોવું જોઈએ કે જેનાથી આખું વિશ્વ અને લોકો હચમચી જાય. આ સંકટ કોરોનાના રૂપમાં લાવવામાં આવ્યું છે. એટલે જ 2018 માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કાલ્પનિક મહામારીની કવાયત માટે જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે સાંઠગાંઠ કરી. આ ઑપરેશનને ‘ક્લેડ એક્સ’ એવું નામ આપવામાં આવ્યું. આ કવાયતનો ઈરાદો વિશ્વમાં કોઈ મહામારી ફેલાય તો એનો સામનો કરવા વિશ્વ કેટલું તૈયાર છે એ બતાવવાનો હતો.

એક વર્ષ બાદ એટલે કે ઑક્ટોબર, 2019 માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ફરી એક વાર જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે સાંઠગાંઠ કરી. આ વખતે સાંઠગાંઠના મુખ્ય ખેલાડી હતા બિલ ઍન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન.

એમણે મહામારી વિશે એક સેમિનાર ગોઠવ્યો અને એ સેમિનારનું નામ હતું ‘ઈવેન્ટ-201’. આ કાલ્પનિક મહામારી અને ઈવેન્ટ-201 માંથી ખબર પડી કે કોઈ પણ મહામારીનો સામનો કરવા વિશ્વ સહેજે તૈયાર નથી. આ બન્નેમાંથી જે શીખવા મળ્યું એનો અમલ શરૂ થયો.

* મહામારી ફેલાઈ કે એક પછી એક સરકારોએ લૉકડાઉન લાદવાની શરૂઆત કરી.

* અનેક ઉદ્યોગ-ધંધા ભાંગી પડ્યા.

* •સરકાર અને નાગરિકો વચ્ચે મતભેદની ખાઈ ઊભી થઈ.

* બાયોમેટ્રિક ટેક્નોલૉજી મારફતે લોકો પર નજર રાખવાના આઈડિયાનો સ્વીકાર થયો.

* ખોટી માહિતી ફેલાવવાના બહાને સોશિયલ મિડિયા પર અંકુશો મૂકવામાં આવ્યા.

* ‘સત્તાવાર સૂત્રો’ના નામે પ્રસાર માધ્યમોમાં સમાચારોનો પ્રસાર શરૂ થયો.

•* પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટની વિશ્વભરમાં ખેંચ સર્જાઈ.

•* અધધધ બેરોજગારી ઊભી થઈ.

2020ની મધ્ય સુધીમાં કોરોનાએ વિશ્વભરમાં પગપેસારો કરી દીધો અને ઈચ્છિત પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું એ બાદ વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ગ્રેટ રિસેટ યોજનાના અમલની જાહેરાત કરી અને એની ચાંપ દાબી.

* 2018-19: ઈકોનોમિક ફોરમ, જોહન્સ હોપકિન્સ અને ગેટ્સ ફાઉન્ડેશને બનાવટી મહામારીની કવાયત યોજી. 15 મે, 2018 ના ઈકોનોમિક ફોરમ સાથે મળીને જોહન્સ હોપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યોરિટીએ ક્લેડ એક્સના નામે બનાવટી મહામારીની કવાયત પાર પાડી. આ કવાયતમાં બનાવટી વિડિયો તૈયાર કરવામાં આવ્યા.

આ વિડિયોમાં ઍક્ટરો બનાવટી મહામારી વિશે નક્કી કરીને લખેલા સમાચારો વાંચે છે. ક્લેડ એક્સ હેઠળ બોગસ પૅનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ ચર્ચામાં સરકારના નીતિ ઘડનારાઓને બોલાવવામાં આવ્યા અને એમની સાથે સંવાદ કરવામાં આવ્યો.

એમણે સરકારી નીતિ ઘડનારાઓને ચર્ચામાં એમ કહ્યું હતું કે સરકાર વૈશ્વિક મહામારીનો સામનો કરવા સજ્જ નથી. આ ક્લેડ એક્સ કવાયત વિશે ઈકોનોમિક ફોરમે એક રિપોર્ટ પણ તૈયાર કરેલો અને રિપોર્ટમાં એવું ટપકાવવામાં આવ્યું હતું કે આ ઑપરેશનનો અંત એકદમ કરુણાદાયી હતો. મહામારી ભયાનક હતી.  અર્થતંત્ર ભાંગી પડ્યું અને લોકો હચમચી ગયા.

પછી 18 ઑક્ટોબર, 2019 ના જોહન્સ હોપકિન્સ સાથે મળીને ગેટ્સ ફાઉન્ડેશને ઈવેન્ટ-201 નામનો સેમિનાર યોજ્યો. આ પણ મહામારી પહેલાંની એક કવાયત હતી. એમાં પણ મહામારી કેવી ભયાનક હશે એની કલ્પના રજૂ કરવામાં આવી.

આ સેમિનારમાં એવું રજૂ કરવામાં આવ્યું કે વૈશ્વિક અર્થતંત્ર ભાંગી પડ્યું છે, રસ્તા પર હિંસા ફાટી નીકળી છે અને આ હિંસા ફેલાય નહીં એ માટે લોકો પર નજર રાખવા આધુનિક ટેક્નોલૉજિકલ પગલાંની જરૂર છે. મહામારી ખરેખર ફેલાય તો શું કરવું?  એ વિશે જોહન્સ હોપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યોરિટી, વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સાથે મળીને બિલ ઍન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોને સાત ભલામણો કરેલી.

આ ભલામણો ઈવેન્ટ-201 સેમિનારમાં કરવામાં આવેલી. એમાં એક ભલામણમાં સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર જોર આપવામાં આવ્યું હતું. એમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બૅન્ક, ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડ, ઈન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઑર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થાઓ સાથેની ભાગીદારી પર જોર આપવામાં આવેલું.

મીડિયા સંગઠનોએ માત્ર સત્તાવાર સમાચારો જ છાપવા કે પછી એનો પ્રસાર કરવાને અગ્રક્રમ આપવો. સોશિયલ મીડિયા કંપની અને સમાચાર સંગઠનો સાથે પણ ભાગીદારી કરવાની સલાહ આપવામાં આવેલી. આ પાછળનો ઉદ્દેશ એ હતો કે આવી ભાગીદારી હોય તો સમાચારોમાં કાપકૂપ અને એને સેન્સર કરી શકાય.

આમ માહિતીના પ્રવાહ પર અંકુશ મૂકી શકાય. ઈવેન્ટ-201 સેમિનારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી સ્વાસ્થ્ય વિભાગોએ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે તાલમેળ રાખીને કામ કરવું જોઈએ. એમ થશે તો સરકારી સ્વાસ્થ્ય વિભાગો સાતત્યથી હેલ્થ મેસેજો બહાર પાડી શકશે.

જ્યારે સમાચાર સંગઠનોએ માત્ર સત્તાવાર સમાચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ખોટા મેસેજો ટેક્નોલૉજીનો ઉપયોગ કરી દબાવી દેવા જોઈએ. 2020 ના આખા વર્ષ દરમિયાન ટ્વિટર, ફેસબુક અને યુટ્યૂબ કોરોના સંબંધી સમાચારો સેન્સર કરવાનો, દબાવવાનો અને ફ્લૅગ કરવાનો જ પ્રયત્ન કરેલો. વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની નીતિની વિરુદ્ધનું આ પગલું છે, પણ ઈવેન્ટ-201એ ભલામણ કરી એટલે એમણે અંકુશો મૂક્યા. 

મોટી મોટી ટેક કંપનીઓએ પણ આ જ ધોરણ અપનાવ્યું. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં આ કંપનીઓએ ચૂંટણીના ગોટાળાના દાવાને વિવાદાસ્પદ ગણાવી દબાવી દીધા હતા. દરેક પાસાં ધાર્યા પ્રમાણે એની જગ્યાએ પડ્યા હતા. ક્લૉસ શવાબે ત્રણ જૂન, 2020માં એવી જાહેરાત કરી કે મહામારી વિશ્વને વધુ સ્વસ્થ અને વધુ સમૃદ્ધ બનાવશે અને આજે આપણે મહામારીના કાળમાં ઊભા છીએ.

આ મહામારીનો લાભ લઈને આપણા દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરી દેવામાં આવી છે. નવા કૃષિ કાયદાઓ પણ મહામારીના કાળમાં સહેલાઈથી પસાર કરી દેવામાં આવ્યા હતા. રેલવેનું પણ ખાનગીકરણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. બેન્કોનું ખાનગીકરણ કરવાની યોજના આગળ વધી રહી છે. પેપર કરન્સીને બદલે ક્રિપ્ટોકરન્સી લાવવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે.

હાઈ વે પર ફાસ્ટેગની યોજના ફરજિયાત થઈ ગઈ છે. વેક્સિનેશન દ્વારા પ્રજાના આરોગ્યની વિગતો સરકારના હાથમાં આવી જશે. તમે ક્યાં હરો-ફરો છો, તમારી જીવનશૈલી શું છે એ દરેક પાસાં પર નજર રાખશે. જે લોકો એ સામે પડકાર ફેંકશે કે આ ધોરણોનું પાલન નહીં કરે એમને ચૂપ કરી દેવામાં આવશે. હવે પછી આ ટોળકીનો ઈરાદો બિન-ચૂંટાયેલા અમલદારોના શાસન હેઠળ સમાજની કાયાપલટ કરવાનો છે. આ અમલદારો હુકમશાહની જેમ વિશ્વનો દોરીસંચાર કરશે.

લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top