Home Articles posted by Samkit Shah
૧૯૯૦ ના દાયકામાં ઇન્ટરનેટ જ્યારે નવુંસવું હતું ત્યારે દુનિયામાં અઢળક ડોટ કોમ કંપનીઓ ફૂટી નીકળી હતી, જેમાં રોકાણ કરવા લોકો ગાંડાં થયાં હતાં. તેને પરિણામે ઇન્ટરનેટ સાથે જોડાયેલી નવી કંપનીઓના શેરોના ભાવો આસમાનમાં ઊડવા લાગ્યા હતા. ૧૯૯૫ અને ૨૦૦૦ વચ્ચે જેમ જેમ ભાવો વધતા ગયા તેમ તેમ વધુ નફાની લાલચે વધુ રોકાણકારો તેમાં જોડાતાં ગયાં […]
એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને ક્યારેક ઝેર ખાઇને મરી પણ જતો હતો. હવે અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ ગામને અબજો રૂપિયામાં નવડાવ્યા પછી પણ પ્રાઈવેટ જેટમાં ઊડી શકે છે અને આલિશાન હવેલીમાં રહી શકે છે. તેના માટે જવાબદાર નેશનલ […]
ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને એક ડોઝ આપવામાં આવ્યો છે. યુરોપ અને અમેરિકાના દેશોમાં તો તેના કરતાં પણ વધુ લોકો દ્વારા વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનું ચાલુ કરવામાં આવ્યું […]
વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને તેનો ઉપયોગ ઇ-મેઇલ જેવી પાયાની સુવિધાઓ આપવા માટે કરવામાં આવતો હતો. વેબ.૨માં ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓ દ્વારા સોશિયલ મીડિયા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા આપણા રોજબરોજના જીવન […]
દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. ૧૯૦ કરોડ લોકો ઇસ્લામમાં માને છે અને ૧૧૬ કરોડ લોકો સનાતન ધર્મ પાળે છે. તેની સરખામણીમાં યહૂદી ધર્મ પાળનારાની સંખ્યા ૧.૪૭ કરોડ જેટલી જ છે. મોગલ સમ્રાટ અકબરે દુનિયાના બધા ધર્મો વચ્ચેના […]
મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ખંડણીનો કેસ કરવામાં આવે તે ચોંકાવનારી ઘટના ગણાવી જોઈએ. ભૂતપૂર્વ પોલીસ કમિશનર નાસી જાય અને મુંબઈની બાહોશ ગણાતી પોલીસ તેમનો પત્તો મેળવવામાં નિષ્ફળ નિવડે તે પણ નામોશીભરી ઘટના ગણાવી જોઈએ. મુંબઈ શહેરના પોલીસ કમિશનર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાને તેમને મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનું કહ્યું હતું, તેવો આક્ષેપ કરે […]
ભારતની ૮૧ ટકા પુખ્ત વસતિએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને માત્ર ૪૩ ટકાએ બીજો ડોઝ લીધો છે ત્યારે વેક્સિન બનાવતી કંપનીઓ અને ખાનગી હોસ્પિટલો પોતાનો નફો વધારવા વેક્સિનના ત્રીજા બૂસ્ટર ડોઝ માટે ધમપછાડા કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહામંત્રી અધનોમ થેડ્રોસે થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે દુનિયાના કરોડો લોકોને હજુ […]
સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા તો પણ કિસાનો પોતાનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી. રાજનેતાઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે દેશનો વિકાસ થઇ રહ્યો છે; પણ દેશનો અન્નદાતા કિસાન મજબૂરીથી આત્મહત્યા કરી રહ્યો છે. દિવસરાત મજૂરી કરીને દેશની ૧૩૦ કરોડની વસતિનું પેટ ભરનારો કિસાન પોતે ભૂખ્યો સૂએ છે. સ્વતંત્રતા પછી આપણા […]
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તળિયે ગઈ છે, જેને કારણે ભાજપના મીડિયા સેલને કિસાન આંદોલન બાબતમાં સરકારની સિદ્ધિનો જોરશોરથી પ્રચાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કિસાનોને આ સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી; માટે તેમણે ત્રણ કાળા કાયદાઓ પાછા ખેંચી લેવામાં ન આવે અને તેમની ૬ માગણીઓ સ્વીકારી લેવામાં ન આવે ત્યાં સુધી આંદોલન […]
ભાજપના મોરચાની સરકારે ત્રણ કૃષિ કાનૂન પાછા ખેંચવાની જાહેરાત કરી તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક કટાક્ષબાણો છોડવામાં આવી રહ્યા છે. કેટલાક અંધ મોદીભક્તો તમાચો મારીને ગાલ લાલ રાખી કહી રહ્યા છે કે ‘‘જેમ સંસદમાં કૃષિ કાનૂન મંજૂર કરાવવા તે મોદીનો માસ્ટરસ્ટ્રોક હતો, તેમ તે કાનૂનો પાછા ખેંચવાનો નિર્ણય પણ મોદીનો માસ્ટરસ્ટ્રોક છે.’’ […]