Home Articles posted by Samkit Shah (Page 4)
દુનિયાના દેશો વીજળીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, પણ ખરેખર વીજળીનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક છે.  જેમ જેમ વીજળીનો વપરાશ વધતો જાય છે તેમ કોલસો બાળવો પડે છે, જેને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. છેલ્લી સદીમાં પર્યાવરણ માટે જે ખતરો પેદા થયો છે તેનું મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસોનું વાતાવરણમાં વધી રહેલું ઉત્સર્જન […]
વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ’ ની જેમ ગ્રાહકોને વીજળીની કટોકટી બાબતમાં ડરાવી રહી છે. બે દિવસ પહેલાં દિલ્હીને વીજળી પૂરી પાડતી ટાટા પાવર કંપની દ્વારા તેના લાખો ગ્રાહકોને સંદેશો મોકલવામાં આવ્યો કે ‘‘ઉત્તર ભારતમાં કોલસાની તંગીને કારણે બપોરે બે થી સાંજે છ દરમિયાન વીજળીનો પુરવઠો ઘટી જવાની સંભાવના […]
૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે ૪૦ વર્ષના સચિન તેંડુલકરને દેશના સર્વોચ્ચ ખિતાબ ‘ભારતરત્ન’ ની નવાજેશ કરી હતી. સચિન તેંડુલકરે દેશની કે સમાજની કઈ વિશિષ્ટ સેવા કરી હતી કે જેની કદરના રૂપમાં તેને ભારતરત્ન આપવામાં આવ્યો હતો? તે ત્યારે […]
ટાટા સન્સ કંપની ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સરકારની માલિકીની કંપની એર ઇન્ડિયા ખરીદી લેશે તે સાથે ૧૯૫૩માં એર ઇન્ડિયાના રાષ્ટ્રીયીકરણ સાથે શરૂ થયેલું ચક્ર પૂરું થાય છે. ૧૯૩૨માં ટાટા જૂથના ચેરમેન જે.આર.ડી. ટાટાએ એક ડાકોટા વિમાન સાથે મુંબઈથી કરાચી ઉડ્ડયન કરીને એર ઇન્ડિયાનો પાયો નાખ્યો હતો. ૧૯૪૩માં પંડિત જવાહરલાલ નેહરુએ તેમની સમાજવાદી આર્થિક નીતિના ભાગરૂપે એર […]
સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો બૌદ્ધ ધર્મમાં માનતા હોવાથી તેમણે પોતાનું કોઈ સૈન્ય જ ઊભું કર્યું નહોતું. ચીનના લશ્કરે તિબેટનો કબજો લીધો એટલે તેના રાજા અને ધર્મગુરુને ભાગીને ભારતમાં શરણું લેવાની ફરજ પડી હતી. ૧૯૫૯ માં ભારતના ધર્મશાલામાં […]
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે, જેમાંની ૩૬.૮૦ ટકા ગોવંશ છે, ૩૮.૨૮ ટકા ભેંસો છે, ૧૮.૨૮ ટકા બકરાં છે અને ૬.૩૦ ટકા ઘેટાં છે. ગુજરાતમાં છેલ્લાં સાત વર્ષમાં રખડતાં ઢોરોની સંખ્યામાં ૫૦,૦૦૦ ની વૃદ્ધિ જોવા મળી છે. રાજ્યના દરેક […]
લોકશાહીમાં લોકોની ઇચ્છા સર્વોપરી હોવી જોઈએ. સંસદ દ્વારા કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે તો તે સંબંધિત લોકોને વિશ્વાસમાં લઈને જ ઘડવા જોઈએ. જો કોઈ કાયદો સંસદમાં પસાર થઈ જાય અને લાગતાવળગતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો સરકારે તે કાયદા રદ કરવા જોઈએ. ભારતની લોકશાહી કંઈક અલગ જ રીતે કામ કરી રહી છે. ભારતની […]
લોકડાઉન દરમિયાન અનેક કારખાનાં બંધ થઈ ગયાં હતાં તે પાછાં ધમધમતાં થઈ ગયાં છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદનમાં જે ખાધ રહી ગઈ હતી તેને ભરપાઈ કરવા માટે અમુક કારખાનાં બે પાળીમાં અને અમુક તો ત્રણ પાળીમાં ચાલી રહ્યાં છે, જેને કારણે જગતમાં પરંપરાગત ઊર્જાની અભૂતપૂર્વ કટોકટી પેદા થઈ છે. ભારતમાં ૭૦ ટકા વીજળી કોલસાથી ચાલતાં કારખાનાંઓ […]
વિશ્વભરના ધનકુબેરો પોતાની બેનંબરની કમાણીનું રોકાણ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોમાં કરે છે, તે બહુ જાણીતી વાત છે. થોડા સમય પહેલાં પનામા પેપર્સના લિકેજને કારણે વિશ્વના અનેક માલેતુજારો દ્વારા વિદેશોમાં ઊભી કરવામાં આવેલી શેલ કંપનીઓની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ વિસ્ફોટ અન્વેષણાત્મક પત્રકારોના જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પેરેડાઈઝ પેપર્સમાં વધુ વિગતો […]
દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી. ગુજરાતીમાં કહેવત છે કે ‘‘ધન, જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક; એ ચારે ભેગા થયા, અનરથ કરે અનેક.’’ ધન, યુવાની, સત્તા અને અવિવેક આ ચારેયનું ઘાતક મિશ્રણ બોલિવૂડમાં જોવા મળે છે. મુંબઈ પોલિસની […]