Home Articles posted by Samkit Shah (Page 3)
એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે, પણ તેની સામ્રાજ્યવાદી મનોદશામાં ફરક પડ્યો નથી. તાજેતરમાં ભારતની કોવિશીલ્ડ વેક્સિન બ્રિટનમાં ચાલે કે નહીં? તેનો વિવાદ પેદા થયો હતો. કોવિશીલ્ડની ફોર્મ્યુલા હકીકતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી
ભારતના કિસાનોની આવક બમણી કરી આપવાના નામે તેમની સાથે બહુ મોટી રમત રમાઈ રહી છે. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે કિસાનોને ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ કાઢી આપવાની સેવા શરૂ કરી હતી. કિસાનોને કહેવામાં આવ્યું હતું કે તમારી જમીનની હાલત વિશેની માહિતી તમારી પાસે હશે તો તે તમને પાકનું ઉત્પાદન […]
મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા ભજવે તો સરકારી તંત્ર સજાગ રહે છે અને ખોટું કામ કરતાં પહેલાં લાખ વાર વિચારે છે. જો મીડિયામાં રાજકીય પક્ષો, સરકાર, ઉદ્યોગપતિઓ કે સમાજકંટકો વિરુદ્ધ વિસ્ફોટક હેવાલો છાપવામાં આવે તો સમાજમાં હડકંપ મચી […]
રાજકીય નીતિમત્તાનું વસ્ત્રાહરણ કરવાની બાબતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે હોડમાં ઊતર્યાં છે. ભાજપે તાજેતરમાં વિધાનસભ્યોના કે જનતાના મતની પરવા કર્યા વિના લોકપ્રિય પુરવાર થયેલા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ગડગડિયું આપી દીધું તો કોંગ્રેસે લોકપ્રિયતા ગુમાવી રહેલા પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પગ હેઠળથી જાજમ ખેંચીને તેમને રાજીનામું આપવા મજબૂર બનાવી દીધા.
આપણે આજ દિન સુધી સોનું, ચાંદી, મકાન, મોટર કાર વગેરે ખરીદતી બેન્ક જોઈ છે, પણ દેવું ખરીદે તેવી બેન્ક નથી જોઈ. મોદી સરકારે કોથળામાંથી બિલાડું કાઢતા હોય તેમ ફળદ્રુપ ભેજાંમાંથી બેડ બેન્ક નામનું ગતકડું શોધી કાઢ્યું છે. આ બેડ બેન્ક ફડચામાં જવાની તૈયારી કરતી નેશનલાઇઝ્ડ બેન્કોનું દેવું ખરીદી લેશે. બેન્કોનું દેવું એટલે બેન્કો દ્વારા આડેધડ […]
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લેવડાવે છે. જો કોઈ મુખ્ય પ્રધાનને અધવચ્ચે બદલવાનો હોય તો તેના માટે ગૃહમાં અવિશ્વાસનો ઠરાવ પસાર કરવો પડે છે. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણી સરકાર સામે કોઈ અવિશ્વાસનો ઠરાવ પસાર કરવામાં આવ્યો નહોતો; તો […]
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો શરૂ થયા છે. તા. ૧૫ ઓગસ્ટે તાલિબાને વિજયની ઘોષણા કરી તે પછી તેના બે ટોચના નેતાઓ જાહેરમાં દેખાયા નથી. આ નેતાઓ તેમના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદા અને મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. […]
ઇ.સ. ૨૦૧૫ માં ભારતમાં ૪જી સેવાનો પ્રારંભ થયો ત્યારે એક જીબી ડેટાની કિંમત આશરે ૨૫૦ રૂપિયા હતી. ૨૦૧૬ ના સપ્ટેમ્બરમાં ભારતમાં રિલાયન્સ જિઓ માર્કેટમાં આવ્યું ત્યારે તેણે મોબાઇલ ડેટાના ક્ષેત્રમાં પ્રાઇસ વોર ચાલુ કરી હતી. એક જીબી ડેટા ૨૫૦ રૂપિયામાં મળતો હતો તેને સ્થાને રિલાયન્સે રોજના બે જીબી ડેટા મહિને ૧૩૩ રૂપિયામાં આપવાનો પ્રારંભ કર્યો. […]
જે ગુજરાત મોડેલના વખાણ કરતાં ભાજપના (BJP) નેતાઓ થાકતા નહોતા તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Election) સવા વર્ષ પહેલાં અત્યાર સુધી સફળ ગણાતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીની બદલી કરવામાં આવી તેને કારણે ગુજરાત મોડેલની પોલ ખૂલી ગઈ છે. ભાજપને તેના નબળા વહીવટને કારણે વિધાનસભાની ચૂંટણીમાં હારવાનો એટલો ડર છે કે તેણે ઉત્તરાખંડ, કર્ણાટક અને હવે ગુજરાતમાં […]
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ આપી દીધા પછી જો કોરોનાનો નવો વેરિયન્ટ આવશે તો સરકાર શું કરશે?’’ આ સવાલ હવે મોં ફાડીને અમેરિકાની સરકાર સમક્ષ ઘૂરકિયાં કરી રહ્યો છે. અમેરિકાની સરકારે જોરશોરથી વેક્સિન અભિયાન ચલાવીને બહુ ઝડપથી દેશના […]