National

સુપ્રીમે કેન્દ્ર સરકારને કોરોના મામલે નોટિસ મોકલી ફટકાર લગાવી, આ 4 મુદ્દા પર જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટ ( supreme court) કોરોનાના ( corona) વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની અછતને લઈને કડક બની છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે તેઓ કોવિડ -19 ને પહોચી વળવા કઇ રાષ્ટ્રીય યોજના ધરાવે છે. કોર્ટે હરીશ સાલ્વેને પણ એમિકસ ક્યુરિયા તરીકે નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર મહત્વના મુદ્દાઓ પર રાષ્ટ્રીય યોજના માગી છે. પ્રથમ – ઓક્સિજન ( oxygen) પુરવઠો, બીજો – દવાઓનો પુરવઠો, ત્રીજો – રસી આપવાની પદ્ધતિ અને પ્રક્રિયા, ચોથું – માત્ર રાજ્ય સરકારને લોકડાઉન કરવાનો અધિકાર છે અને કોર્ટને નહીં. હવે આ કેસની આગામી સુનાવણી 23 એપ્રિલ એટલે કે આવતીકાલે થશે.

ઉધાર લાવો અથવા ચોરી કરો, પરંતુ ઓક્સિજન લાવો’
આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટીકા કરી હતી કે, ‘કગરો , ઉધાર લો અથવા ચોરી કરો, પરંતુ ઓક્સિજન લાવો, આપણે દર્દીઓનું મૃત્યુ જોઈ શકતા નથી. બુધવારે, દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તાત્કાલિક આવશ્યકતા વિશે સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે આ કડક ટિપ્પણી કરી. દિલ્હી હાઈકોર્ટે ( Delhi high court ) કેન્દ્ર સરકારને દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજન આપવાનો નિર્દેશ આપ્યો હતો, જે કોવિડ -19 ના ( covid 19) ગંભીર દર્દીઓની કોઈપણ રીતે સારવાર કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અદાલતે એમ પણ કહ્યું કે કેન્દ્ર પરિસ્થિતિની ગંભીરતા કેમ નથી સમજી રહ્યું. કોર્ટે નાસિકમાં થયેલા ઓક્સિજનના મોતનો પણ ઉલ્લેખ કર્યો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઑક્સિજનના સપ્લાય માટે ઉદ્યોગો ઘણા દિવસો સુધી રાહ જોઇ શકે છે, પરંતુ અહીંની વર્તમાન સ્થિતિ ખૂબ નાજુક અને સંવેદન શીલ છે. હાઈકોર્ટે કહ્યું કે, જો ટાટા કંપની તેના ઓક્સિજન ક્વોટાને ડાઇવર્ટ કરી શકે છે, તો અન્ય લોકો કેમ નથી કરી શકતા? શું માનવતા માટે કોઈ સ્થાન બાકી નથી? આ હાસ્યાસ્પદ છે॰

કોર્ટે દિલ્હીની મેક્સ હોસ્પિટલની અરજીની સુનાવણી પણ કરી હતી, જેણે કોવિડના 1400 દર્દીઓને બચાવવા કોર્ટ ખસેડી હતી. હોસ્પિટલે દાવો કર્યો છે કે તેમાં પૂરતો ઓક્સિજન નથી. આના પર કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેમના આદેશથી હોસ્પિટલોમાં ઓક્સિજન આપવામાં આવતું નથી.

Most Popular

To Top