Charchapatra

એ આપણા ચોધરી – ગામીત અને એ ડોબરું…

દક્ષિણ ગુજરાતના સોનગઢ, વ્યારા, માંડવી, વાંસદા, ધરમપુર, માંગરોળ, મહુવા જેવા તાલુકાઓમાં આદિવાસી સમાજ, લોકો, વસ્તી અગત્યનું સ્થાન ધરાવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને સંબોધી સીધો વાર્તાલાપ કર્યો. એટલે સુધી કહ્યું, ‘આદિવાસી પરિવારે (ચીખલી) મને કયારેય ભૂખ્યો સુવા દીધો નથી!’ નાચ, ગાન, ઉજવણી તેમના વાજિંત્રો અનોખા અને આકર્ષક ડોબરું અઠવાડિયે ભરાતા હાટ કે કવચિત માંગલિક પ્રસંગે નજરે ચઢે. વનસ્પતિના જુદા જુદા ભાગોને ઉપયોગમાં લઇ તે બનાવવામાં આવે. સુકાયેલી દૂધી, તાડના પર્ણો, વાંસમાંથી બનાવી તેને શણગારવા મોરપિચ્છ સુધ્ધાં વપરાય. એનો દેખાવ અંગ્રેજી અક્ષર C જેવો હોય.

થોડા સમય પહેલા આ વાજિંત્રનો સૂર સાંભળવાનો અણમોલ લ્હાવો મળ્યો. ડોબરું વગાડનારના ગાલ એટલા તો ફુલી જાય કે શ્વાસ રૂંધવાનો યત્ન શ્રમ પરખાય. આ કલાકારને સાંભળતા જનમેદનીમાંથી ચલણી નોટ તેના હાથમાં પધરાવતા લગ્ન, જનોઇ, અન્ય સામાજીક પ્રસંગોએ ખાસ આમંત્રણ આ કલાકારને અપાય. આગ્રહપૂર્વક એ કલાકારને ફરી બોલાવવો હોય તો એની ભાષામાં ‘તુમે જ આવજાની’ શબ્દ સાંભળી રાજીરાજી થાય. થાક ઉતારવા તેને પણ ભોજન પીરસાય. ખ્યાતિની લાલસા વિના નિસ્પૃહી કલાકારને એની આવડત, ડોબરુંની મધુરપ સાથે નાચ, ગાન, તાન, માન માટે ધન્યવાદ આપવા જ ઘટે. અનેરા અનુપમ જ હોય છે. એના મસ્તી, મજા, ગુલતાન સાથે જ જીવન એ વાસ્તવિક પરિસ્થિતિ અને સંજોગો સાથે સતત અનુકૂળ થઇ જીવવાની ઘટમાળ છે.
સુરત     – કુમુદભાઇ બક્ષી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top