Charchapatra

POK મેળવવાનો યોગ્ય સમય છે!

છેલ્લા કેટલાક લાંબા સમયથી પાકિસ્તાન ખૂબ જ સંકટ અને મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યાં મોંઘવારી બેકાબુ છે. તેનું અર્થતંત્ર ડામાડોળ છે. 1 ડોલરની સામે 200 રૂપિયા છે. પાકિસ્તાનો રૂપિયો ખુબ જ નિમ્ન કક્ષાએ જઇ રહ્યો છે અને વિશ્વનો કોઇ પણ દેશ તેમને આર્થિક સહાયતા કરવા તૈયાર નથી. તો પછી સમય સુચકતા વાપરી લોખંડ ગરમ હોય ત્યારે જ હથોડા દ્વારા પ્રહાર કરવો જોઇએ. જેથી ધાર્યું પરિબળ ખૂબ જ સરળતાથી મેળવી શકાય. તો પછી ભારતે પણ પાકિસ્તાનના કબજા હેઠળનું POK યોજનાબંધ ચક્રવ્યૂહ ગોઠવી આકસ્મિક આક્રમક કરી, જે POK ભારતનું હતું તે હક્ક અને બળથી મેળવી લેવું જ જોઇએ.
સુરત     – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top