National

હરિદ્વાર સહિત અનેક સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદના નામે પત્ર મળ્યો

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Terrorist Organization Jaish-e-Mohammed) નામે હરિદ્વાર રેલ્વે સ્ટેશન (Railway Station) સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હરિદ્વાર (Haridwar) રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને આતંકવાદી સંગઠનના એરિયા કમાન્ડરને ટાંકીને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ (Security Agencies) સતર્ક થઈ ગઈ છે. સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

  • હરિદ્વાર રેલ્વે સ્ટેશન સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને આતંકવાદી સંગઠનના એરિયા કમાન્ડરને ટાંકીને ધમકીભર્યો પત્ર મળ્યો
  • પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 10 ઓક્ટોબરે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટના નામે સામાન્ય પોસ્ટ દ્વારા ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પત્ર ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા. પત્રમાં હરિદ્વાર રેલવે સ્ટેશનની સાથે દેહરાદૂન, લક્સર, રૂરકી, કાઠગોદામ, નજીબાબાદ, શાહગંજ સહિતના અનેક સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે. બંને બાજુ હિન્દીમાં લખેલા એક પાનાના પત્રમાં.

25 ઓક્ટોબરે સ્ટેશનોને વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. જ્યારે 27 ઓક્ટોબરે ઉત્તરાખંડના ચારધામ તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી છે. જીઆરપીના અધિક પોલીસ અધિક્ષક અરુણા ભારતીએ જણાવ્યું હતું કે ધમકીભર્યો પત્ર મળ્યા બાદ અજાણ્યા વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડમાં પહેલીવાર આ કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.

કાશ્મીરી પંડિતની હત્યા
આ પહેલા શનિવારે દક્ષિણ કાશ્મીરના (Kashmir) શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ (Terrorist) એક કાશ્મીરી પંડિતને (Kashmiri Pandit) ગોળી (Firing) મારી હતી. ઈજાગ્રસ્ત કાશ્મીરી પંડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટને ગોળી મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ત્યારબાદ આતંકીઓ ભાગી ગયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કાશ્મીરી પંડિત પૂરન ભટ્ટને હોસ્પિટલમાં જીવનની લડાઈ હારી ગયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.

જો કે અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી, તેથી પોલીસને પણ ખબર નથી કે આ ટાર્ગેટ કિલિંગ કયા સંગઠને કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટને ગોળી મારી દીધી હતી. શોપિયાંના ચૌધરી ગુંડમાં એક બગીચો રોપવા જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Most Popular

To Top