Sports

ટીમ ઇન્ડિયામાંથી કરાશે આ ખેલાડીઓની હકાલપટ્ટી: ન્યુઝીલેન્ડ સીરીઝને ધ્યાનમાં રાખી લેવાયો આ નિર્ણય

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) શ્રીલંકા વિરુદ્ધ 2-1થી સીરીઝનો મુકાબલો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય યુવા ટીમના કપ્તાન (Captain) હાર્દિક પંડ્યા (Hardik Pandya) નેજા હેઠળ ટીમના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. બીજી તરફ શ્રીલંકાની (Shrilanka) ટીમ પણ તેના મજબુત ખેલાડીઓને લઇ મેદાનમાં આવી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ પણ જોરદાર પ્રદર્શન કરી હરીફ શ્રીલંકાની ટીમને કાંટાની ટક્કર આપી હતી. ટીમે પહેલા 2 રનોથી મેચ જીતી હતી બજા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ત્રીજી મેચમાં સુર્યા કુમાર યાદવાનું બેટ એ રીતે ચાલ્યું કે શ્રીલંકાની ટીમ લાંબા અંતરે હારી અને તંબુ ભેગી થઈ ગઈ હતી. આ મેચ ટીમ ઇડિયા 91 રનોના મોટા માર્જીનથી જીતી હતી.પણ આ ટીમમાં કેટલીક કમજોર કડીઓ પણ હતી જેને લઇને હવે આગામી ન્યુઝીલેન્ડ સાથે રમાનારી સીરીઝમાં કેટલાક ખેલાડીઓને હવે ટીમમાંથી બહારનો રસ્તો જોવાના દિવસો આવ્યા છે. આ ખેલાડીઓને આપવામાં આવેલી મોટી તકમાં સારું પર્ફોમ નહિ કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમનું ન્યુઝીલેન્ડ સામે રમવાનું મુશ્કેલ છે.

આ ત્રણ ખેલાડીઓના ટીમમાં વળતા પાણી
શ્રીલંકાની ટીમ આ શ્રેણીમાં શાનદાર ફોમમાં હતી છતાં તેમનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. આ સિરીઝમાં ટી20માં ડેબ્યૂ કરનાર શુભમન આ તરફ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પૈકી શુભમ ગિલ ત્રણેય મેચમાં ખાસ પ્રભાવિત કરી શક્યો ન હતો. આ સિવાય પ્રથમ મેચ રમનાર સંજુ સેમસન બેટથી નિરાશ જ સાપડી હતી. અને તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જયારે ગત વર્ષે ઈજાગ્રસ્ત થયા બાદ પરત ફરેલ હર્ષલ પટેલ પણ કઈ ઉકાળી શક્યો ન હતો. વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પણ તેને ઘણો નિષ્ફળ નીવડ્યો હતો. તેની બોલિંગ પ્રદર્શનમાં પણ તે ખુબ ધોવાયો હતો આ જ કારણ છે કે હવે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ત્રણેય ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાંથી બહાર થઈ શકે છે.

સંજુ સેમસન માટે રાહુલ ત્રિપાઠી મુશ્કેલ બની ગયા છે
આ યાદીમાં સૌથી મોટું નામ સંજુ સેમસનનું છે જેણે તેની પ્રથમ ટી20 રમી હતી પરંતુ બેજવાબદાર શોટ રમતા તેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તે ફિલ્ડિંગ દરમિયાન પણ ઈજાગ્રસ્ત થયો હતો અને બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેમના સ્થાને આવેલા રાહુલ ત્રિપાઠીએ શાનદાર અભિગમ દાખવ્યો. બીજી મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેની બીજી મેચમાં તેણે 16 બોલમાં 35 રન બનાવીને દુનિયાને પોતાનું પાણી બતાવ્યું હતું. ત્રિપાઠીને ભારતીય ટીમ સાથે લગભગ 5-6 શ્રેણીની મુસાફરી કર્યા બાદ તક મળી. હવે એવી અટકળો ચાલી રહી છે કે સંજુ સેમસનને આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પડતો મૂકવામાં આવી શકે છે અને રાહુલ ત્રિપાઠી ટીમમાં ચાલુ રહી શકે છે. આ એટલા માટે પણ છે કારણ કે શ્રેયસ અય્યર હજુ સુધી ટીમમાં પરત ફર્યો નથી.

Most Popular

To Top