Dakshin Gujarat

ઉન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ્પ સાઈટ પર કાર અડફેટે યુવાનનું મોત

નવસારી: (Navsari) ઉન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) કેમ્પ સાઈટ પર કાર અડફેટે યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. કોઈ અજાણ્યા કાર ચાલકે સંજયભાઈને ટક્કર મારતા સંજયભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

  • ઉન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ્પ સાઈટ પર કાર અડફેટે યુવાનનું મોત
  • કોઈ અજાણ્યા કાર ચાલકે સંજયભાઈને ટક્કર મારતા સંજયભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી

મળતી માહિતી મુજબ, મૂળ બિહાર ગયા જિલ્લાના ડોભી તાલુકાના ડોભી ગામે અને હાલ નવસારી તાલુકાના ઉન ગામ પાસે નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ્પમાં સંજયભાઈ ગોરામંડલ રહી મજુરી કામ કરતા હતા. ગત 18મી ડીસેમ્બર 2022 માં સંજયભાઈ પગપાળા ચાલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ્પ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે સંજયભાઈને ટક્કર મારતા સંજયભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા અન્ય મજુરોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સાળો જીતેન્દ્ર મંડલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.

આમડપોર ગામે ઝાડ કાપતી વખતે ઇલેક્ટ્રિક થાંભલો વાગતા યુવાનનું મોત
નવસારી : આમડપોર ગામે ઝાડ કાપતી વખતે ઇલેક્ટ્રિક થાંભલો યુવાનને વાગતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ભનવાડી (બુટલાવ) ગામે નરેશભાઈ બાલુભાઈ હળપતિ (ઉ.વ. 39) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 7મીએ બપોરે નરેશભાઈ નવસારી તાલુકાના આમડપોર ગામે શીતલ વાડી ફળિયા ખાતે સતીષભાઈ માહ્યાવંશીની વાડીમાં લાકડા કાપતા હતા. દરમિયાન ઝાડ કાપતી વખતે ઝાડ બંધ વીજ-લાઈનના તાર ઉપર પડતા નજીકનો સિમેન્ટનો ઇલેક્ટ્રિક થાંભલો નરેશભાઈના માથાના ભાગે તેમજ પગના ઘુટીના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મુકેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.

Most Popular

To Top