Business

નોવાક જોકોવિચ એડિલેડ ઈન્ટરનેશનલ ટાઈટલ જીતીને આ સ્ટાર ખેલાડીની કરી બરાબરી

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) 2023ની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ તે પહેલાજ રેકોર્ડ (Record) બન્યો છે. સ્ટાર ખેઅડી નોવાક જોકોવિચે (Novak Jokovic) 8 જાન્યુઆરી રવિવારના રોજ એડિલેડ ઈન્ટરનેશનલની ફાઇનલમાં સેબેસ્ટિયન કોર્ડાને 6-7, 7-6, 6-4થી હરાવીને સિઝનનું પ્રથમ ટાઇટલ જીતી લીધું છે અને આ સાથે જ આ સર્બિયાય ખેલાડીએ સૌથી વધુ એટીપી સિંગલ્સ ટાઇટલ જીતવાના મામલામાં તેના હરીફ ખેલાડી એવા રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. જોકોવિચ અને નડાલે ઓપન એરામાં કુલ 94 સિંગલ્સ એટીપી ટાઇટલ જીત્યા છે. જ્યારે જીમી કોનર્સ 109 ટાઇટલ સાથે પ્રથમ સ્થાને છે. બીજા નંબર પર સ્વિસ લિજેન્ડ રોજર ફેડરર છે જેણે કુલ 103 ATP સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. ઇવાન લેન્ડલ 94 ટાઇટલ સાથે આ ત્રીજુ સ્થાન ધરાવે છે.

કારકિર્દીનું 92મું ટૂર-લેવલ ટાઇટલ જીત્યું
આ મુકાબલામાં જોકોવિચ લગભગ હારની નજીક પહોંચી ગયો હતો. તે બીજા સેટમાં 5-6થી પાછળ હતો જયારે 12મી રમતમાં તેઓ 30-40થી પાછળ રહ્યા હતા. જોકે ત્યારબાદ આ સર્બિયન ખેલાડીએ રમતને નિર્ણાયક સેટ પર લઈ જવા માટે બે ચેમ્પિયનશિપ પોઈન્ટ પણ બચાવ્યા હતા અને આ પછી ત્રીજો સેટ કબજે કરીને તેમણે તેની કારકિર્દીનું 92મું ટૂર-લેવલ ટાઇટલ જીત્યું.

શું કહ્યું જોકોવિચે સમારંભ દરમિયાન
જોકોવિચે ટ્રોફી સમારંભ દરમિયાન કહ્યું, તે એક અદ્ભુત અઠવાડિયું રહ્યું હતું અને તમે લોકોએ તેને વધુ ખાસ બનાવ્યું છે. અહીં ઉભો રહેવું મારા માટે અમૂલ્ય ભેટ સમાન છે. અલબત્ત મેં મારું બધું આજે અને આખું અઠવાડિયું માત્ર ટ્રોફી પર હાથ મેળવવા માટે આપી દીધું હતું.”અને આ ટ્રોફી મેળવવાની ક્ષણો મારા માટે ખાસ બનીને રહી ગઈ હતી.વધુમાં તેમણે કહ્યું, “છેલ્લા 10 દિવસથી મને જે સમર્થન મળી રહ્યું છે તે કંઈક એવું છે જે મને નથી લાગતું કે મેં મારા જીવનમાં ઘણી વખત અનુભવ કર્યો છે. તેથી દરેક મેચમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

કોવિડ -19 રસી ન લેવા માટે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની ઉપર હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે જોકોવિચને ગયા વર્ષે કોવિડ -19 રસી ન લેવા માટે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અને તેને દેશમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. જે બાદ આ ટેનિસ દિગ્ગજ ખેલાડી પર ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો, જે હવે ત્યાંની સરકારે હટાવી લીધો છે. એટલે કે નોવાક 8 જાન્યુઆરીથી શરૂ થનારી 2023ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.

Most Popular

To Top