SURAT

બપોરે 3.39ની ટ્રેન રાત્રે 12 વાગ્યે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચતા પેસેન્જરોએ કર્યું આવું…

સુરત: ભારતની સૌથી સફળ અને સૌથી વધુ આવક રળી આપનારી ટ્રેનો પૈકીની એક તાપ્તી ગંગા એક્સપ્રેસ (Tapti Ganga Express Train) છપરાથી સમય પર નીકળે પરંતુ સુરત (Surat) હંમેશા મોડી પહોંચે છે. આ સમસ્યા અંગે તો મુસાફરો અને શહેરમાં રહેતા ઉત્તર ભારતીયો (North India) લાંબા સમયથી રોષ ઠાલવી રહ્યાં છે. આ આક્રોશ વચ્ચે ગુરૂવારે ટ્રેન 8 કલાક મોડી પડી હતી. તેથી પ્રવાસીઓએ વારાણસીથી (Varanasi) લઈને ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) સુધી પ્રવાસીઓએ વિરોધ કરીને રજુઆત કરી હતી. પ્રવાસીઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

  • તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન 8 કલાક મોડી આવતા ટ્રેનમાં મુસાફરી કરતા 2200થી વધુ પેસેન્જર રોષે ભરાયા
  • વારાણસી રેલવે સ્ટેશનથી લઈ ઉધના રેલવે સ્ટેશન સુધી વિરોધ અને રજુઆત કરાઈ
  • રેલવે તંત્ર તરફથી પેસેન્જર્સને કોઈ સંતોષકારક જવાબ અપાયો નહીં

સુરતથી વારણસી ગયેલા રાજેશ પાંડે નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે તેઓ 15 મી તારીખે બપોરે વારાણસીથી સુરત આવવું હતું. બપોરે 3 વાગ્યે તેઓ વારાણસી રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. બિહારના છપરાથી આવતી તાપ્તી ગંગા એક્સપ્રેસનો વારાણસી રેલવે સ્ટેશને આવવાનો સમય બપોરે 3.50 મિનિટે છે. જેથી સેંકડો પ્રવાસી સમયસર રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા.

પછી એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન એક કલાક મોડી છે, પછી બે કલાક મોડી છે. ત્યાર બાદ ખબર પડી કે ટ્રેન 8 કલાક મોડી છે. ટ્રેન રાત્રે 12 વાગ્યા બાદ વારાણસી રેલવે સ્ટેશને પહોંચી હતી. પરિવાર સાથે સમયસર પહોંચી ગયેલા પ્રવાસીઓ હેરાન થયા હતા. વારાણસી રેલવે સ્ટેશન પર કોઈ સંતોષજનક જવાબ આપતું ન હતું. ટ્રેન શા માટે મોડી છે તે બાબતે પણ કોઈ માહિતી આપતું ન હતું.

છપરાથી સમય પર રવાના થયેલી ટ્રેન છપરાથી ચોથા રેલવે સ્ટેશન સુધી ટ્રેન સમયસર પહોંચી હતી. ત્યાં ટ્રેન અઢી કલાક પડી રહી હતી. ઉધના પહોંચવાનો સમય બપોરે 3.39 મિનિટ છે. પરંતુ ઉધના સ્ટેશને રાત્રે 12 વાગે પહોંચી હતી. ટ્રેનમાં 2200થી વધુ પ્રવાસીઓ હતા. પ્રવાસીઓએ વારાણસી અને ઉધના-સુરત રેલવે સ્ટેશને પણ વિરોધ કરીને રજુઆત કરી હતી પરંતુ પ્રવાસીઓને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

Most Popular

To Top