Vadodara

આજે MSUનો પદવીદાન સમારંભ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાશે

વડોદરા: વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયના 71માં પદવીદાન સમારોહ આજરોજ યોજવામાં આવશે જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ પદે રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ રહેશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સટીનો પદવીદાન સમારંભ શનિવારે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પણ આ પદવીદાન સમારંભની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે શુક્રવારે આ કાર્યક્રમ અંગે માહિતી આપવા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે 71માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14761 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં 6713 વિદ્યાર્થીઓ અને 8048 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. 71માં પદવીદાન સમારોહમાં કુલ 302 ગોલ્ડ મેડલ 191 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેમાં 77 વિદ્યાર્થીઓને 115 ગોલ્ડ મેડલ અને 114 વિદ્યાર્થિનીઓને 187 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2021-2022માં જે વિદ્યાર્થીઓને પી.એચડી પૂર્ણ થયા છે તેવા 100 જેટલા વિદ્યાર્થીઓને પણ પદવીદાન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ અને રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું ડિજિટલ મોડથી લોકાર્પણ કરવામાં આવશે.

400 પોલીસકર્મી બંદોબસ્ત સાચવશે
ગૃહમંત્રી અમિત શાહ પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવી રહ્યા છે ત્યારે શહેરમાં 400 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્ત સાચવશે. જેમાં સીપી, જેસીપી, 5 ડીસીપી, 9 એસીપી, પી.આઈ. પી.એસ.આઈ. સહીત 400 જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
પદવીદાન સમારંભનું સ્થળ બદલાયું
વર્તમાન વરસાદી પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી અને પ્રોટોકોલ અંતર્ગત ૭૧ માં પદવીદાન સમારોહ નું સ્થળ બદલવા માં આવ્યું છે નિર્ધારિત સમયે સર સયાજી નગર ગૃહ ખાતે પદવીદાન સમારોહ યોજાશે

Most Popular

To Top