ભારતના નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી સુરતના હરમિત દેસાઈને પેરિસમાં લૂંટી લેવાયો

સુરત: (Surat) મૂળ સુરતના નિવાસી અને ભારતના નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી (Table Tennis Player) હરિમત દેસાઇને (Harmit Desai) ફ્રાન્સના પેરિસમાં લૂંટી લેવાનો બનાવ બન્યો છે. ફ્રાન્સના પેરિસમાં રમાઈ રહેલી યુરોપિયન લીગમાં મેચ રમવા માટે હરમિત દેસાઈ પેરિસ પહોંચ્યો હતો. અહીં ટ્રેન ની મુસાફરી દરમ્યાન તે ટ્રેનમાં પ્રવેશ કરે તે દરમિયાન બે નિગ્રો લૂંટારા યુવાનોએ અચાનક હરમિતની લગેજ બેગ ઝુંટવવા પ્રયાસ કર્યો હતો. હરમિતે બેગ પકડી રાખતા એક લૂંટારુએ પેન્ટના પાછળના ખિસ્સામાંથી પોકેટ કાઢી લીધું હતું.

  • હરિમત દેસાઇને ફ્રાન્સના પેરિસમાં લૂંટી લેવાનો બનાવ બન્યો
  • ટ્રેનમાં બે નિગ્રો લૂંટારાએ લગેજ બેગ ઝુંટવવા પ્રયાસ કર્યો
  • પેન્ટમાંથી વોલેટ લૂંટી લેતા 300 યુરો અને બેંકનું એટીએમ કાર્ડ લુંટાયું
  • હરમિતે તેની સાથે બનેલી આ ઘટનાની જાણ પેરિસની ટેબલ ટેનિસ ક્લબને કરતા મદદ મળી

હરમિતના માતા-પિતા અર્ચના અને રાજુલ દેસાઇએ જણાવ્યું હતું કે, હરમિતનો વોલેટ લૂંટાઇ જતા બેંકોના એટીએમ કાર્ડ,300 યુરોની રોકડ રકમ અને ખેલાડી તરીકેનું ઓળખકાર્ડ જતું રહ્યું છે. સદનસીબે પાસપોર્ટ સાથેનું પાઉચ કોટની અંદર હોવાથી બચી ગયું હતું. હરમિત ક્રેડિટ કાર્ડથી યુરો કાઢવાનું આયોજન કરી રહ્યો હતો પરંતુ પેરિસ પહોંચીને એટીએમમાંથી યુરો કાઢવાનું નક્કી કરતા આ રકમ બચી હતી નહીંતર પર્સ સાથે તે પણ જતી રહી હોત. હરમિતે તેની સાથે બનેલી આ ઘટનાની જાણ પેરિસની ટેબલ ટેનિસ ક્લબને કરતા તેમણે ત્વરિત મદદ કરી હતી અને બેંકોના કાર્ડ બ્લોક કરાવવામાં તેમને મદદ પૂરી પાડી હતી.

Most Popular

To Top