SURAT

CCTV: સુરતમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિને ધાબા પરથી ફેંકી મારી નાંખ્યો, પછી કર્યું એવું નાટક કે..

સુરત (Surat): સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 28 વર્ષીય યુવકનું ગઈ તા. 16મી મેના રોજ ધાબા (Terrace) પરથી નીચે પડી જતા મોત (Death) નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં યુવકના પરિવારજનોએ યુવકની પત્ની પર સનસનીખેજ આરોપ મુકતા પોલીસ (Police) દોડતી થઈ છે. પ્રેમી (Lover) સાથે મળી તેની પત્નીએ (Wife) જ યુવકને ધાબા પરથી ફેંકી મારી (Murder) નાંખ્યો હોવાના આક્ષેપ યુવકના પરિવારજનોએ કર્યો છે.

  • જહાંગીરપુરા વિસ્તારની ઘટના: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આરોપ
  • ગત 20 મેં ના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી ટેરેસ પરથી નીચે પટકાયો હતો
  • ઘટનાના સીસીટીવી સામે આવ્યા: સીસીટીવીમાં ચંદ્રશેખર નીચે પટકાતો દેખાય છે
  • ત્યારબાદ પત્ની ભારતી મૃતક ના ગળા માંથી દુપ્પટો કાઢી સાઈડ મેં ફેંકે છે તેવો પરિવાર નો આરોપ
  • પત્ની ભારતી ચંદ્રશેખર બાગડી એ હત્યા કરી હોવાનો પરિવાર નો આરોપ: પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
  • પતિને ટેરેસ પરથી નીચે ફેંકી નાટક કરતી હતી: જહાંગીર પુરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી છે

આ કેસની મળતી વિગત અનુસાર ગઈ તા. 20મી મે ના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડીનું ટેરેસ પરથી પડી જવાના લીધે મોત થયું હતું. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ચંદ્રશેખર ધડામ દઈને એપાર્ટમેન્ટના પાર્કિંગની એક સાઈડ પર પડે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે થોડી વાર બાદ એક મહિલા ત્યાં દોડી આવે છે અને ચંદ્રશેખરને પકડી રડવા લાગે છે.

હવે આ કેસમાં વળાંક આવ્યો છે. ચંદ્રશેખરના પરિવારજનોએ તેની પત્ની ભારતી પર હત્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે પ્રેમી સાથે મળી ભારતીએ જ તેના પતિ ચંદ્રશેખરની હત્યા કરી છે. હત્યા બાદ પત્ની ભારતી તેના પતિ ચંદ્રશેખરના મૃતદેહ પરથી દુપટ્ટો કાઢી સાઈડમાં ફેંકે છે તેવો પણ આરોપ મુક્યો છે. હવે આ કેસમાં પોલીસ તપાસ હાથ ધરી છે.

ઓલપાડના ઉમરાછીમાં પ્રેમી સાથે મળી પતિને ધાબેથી ફેંકી હત્યા કરનાર પત્ની પકડાઈ
સુરત: થોડા દિવસ પહેલાં ઓલપાડના ઉમરાછી ગામમાં પણ આવી જ ઘટના બની હતી. ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી કુટિરની સંચાલિકા ડિમ્પલ સેવનિયા અને તેના અમદાવાદ ખાતે રહેતા પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ બંને જણાએ ભેગા મળી ડિમ્પલના પતિ વીરેન્દ્રસિંહ સેવાનિયાની ક્રુરતાથી ગઈ તા. 16મી મે ના રોજ હત્યા કરી હતી. વીરેન્દ્રસિંહ સેવાનિયા વ્યવસાયે વકીલ હતા. ગઈ તા. 16મી મે ના રોજ આ બંને આરોપીઓએ ભેગા મળી વીરેન્દ્રસિંહની હત્યા કરી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત બાદ પતિના મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરાવી દેવાયા હતા.

સમગ્ર કેસની વિગત એવી છે કે ઉમરાછી ગામમાં ગઈ તા. 16મી મેના રોજ માજી સરપંચ અને વકીલ વીરેન્દ્રસિંહ સેવાનિયાનું મોત થયું હતું. મૃત્યુ બાદ તેમની પત્ની ડિમ્પલે કહ્યું હતું કે વીરેન્દ્રસિંહ રાત્રિના સમયે પાણી પીવા જતા હતા ત્યારે ધાબા પરથી પડી ગયા હતા. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે શંકા ગઈ હતી. પોલીસ અને પરિવારને ડિમ્પલની વર્તણૂંક અજીબ લાગતી હતી. તેથી પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

સુરત જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત રીતે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગાંધી કુટીરનું સંચાલન કરતી ડિમ્પલનું વારંવાર અમદાવાદથી આશ્રમની વિઝિટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પિન્ટુ હસમુખ શર્મા (ઉં.વ. 32) સાથે પ્રેમ સંબંધ હતો. બંનેએ ભેગા મળી વીરેન્દ્રસિંહને મોતને ઘાટ ઉતાર્યો હતો.

શું થયું હતું હત્યાના દિવસે?
તા. 16મી મેની રાત્રે ડિમ્પલ સેવનીયાએ પોતાના પ્રેમી હેમંતને અમદાવાદથી બોલાવ્યો હતો. મધ્ય રાત્રિએ બંનેએ ભેગા મળી વીરેન્દ્રસિંહના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી હતી. ત્યાર બાદ હેમંત ભાગી ગયો હતો, જ્યારે ડિમ્પલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કરી ટેરેસ પરથી પડી જતા મોત થયું હોવાનું નાટક રચ્યું હતું. ડિમ્પલે પેવર પ્લોક પણ ધોઈ નાંખ્યો હતો. તેણે આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં ભાંડો ફૂટી ગયો હતો.

Most Popular

To Top