Dakshin Gujarat

સુરતના શખ્શે વાપીથી એવું તે શું મંગાવ્યું કે નવસારી LCB પોલીસે બે શખ્શોને પકડી પાડયા

નવસારી : નવસારી (Navsari) એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ઘોલગામના પાટિયા પાસેથી 80 હજાર રૂપિયાની વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહીત 3 ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • સુરતમાં રહેતા ખુશ્બુદ્દીને દારૂ મંગાવ્યો હોવાનું કબુલત થઈ
  • પોલીસે કુલ્લે 5,85,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના ઘોલગામના પાટિયા પાસે એસ.આર. પેટ્રોલપંપની સામેથી ફોકસ વેગન જેટ્ટા કાર (નં. ડીડી-03-ટી-0033) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને વિદેશી દારૂની 80,400 રૂપિયાની વિદેશી દારૂની 540 નંગ બાટલીઓ મળી આવતા વાપી તાલુકાના કબ્રસ્તાન રોડ બસ ડેપો પાસે માં-એપાર્ટમેન્ટમાં રહેતા વિનય ઉર્ફે મુનાવર જયકિશન થાપા અને દમણ ખારીવાડ એસ.પી. દમણીયા બિલ્ડીંગમાં રહેતા સમ્સ સલીમ શેખને ઝડપી પાડ્યા હતા.

પોલીસે વિનય ઉર્ફે મુનાવર અને સમ્સની પૂછપરછ કરતા વાપીના ચલામાં રહેતા ભિનેષ રજનીકાંત ભાવસાર અને વાપી તાલુકાના કબ્રસ્તાન રોડ બસ ડેપો પાસે માં-એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ એહમદઅલી સૈયદે વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતમાં રહેતા ખુશ્બુદ્દીને દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ભિનેષ, અયાઝ અને ખુશ્બુદ્દીનને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર, રોકડા 400 રૂપિયા અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 5,85,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ઉચેડિયામાં ચાર ઈસમ જુગાર રમતા ઝડપાયા
ઝઘડિયા: ઝઘડિયા પોલીસ ઉચેડિયા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે ઉચેડિયા ગામના ટાંકી ફળિયામાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તાં પાનાંનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ઝઘડિયા પોલીસ બાતમીવાળી જગ્યાએ રેડ કરવા જતા કેટલાક ઈસમો જાહેરમાં ગોળ કુંડાળું વાળી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જયેશ કિરણ વસાવા, શંકર સંજય વસાવા, ધર્મેશ રોહિત વસાવા, વિનુ મંગા વસાવા (તમામ રહે.,ઉચેડિયા)નો સમાવેશ થાય છે, તેઓ પાસેથી કુલ રૂ.૨૮૨૦ રોકડા ઝડપાયા હતા. ઝઘડિયા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top