Dakshin Gujarat

સુરતની રેન્જ રોવરની અડફેટે ચઢેલા વલસાડના યુવાનનું મોત

વલસાડ: (Valsad) સુરતના એક યુવાનની રેન્જ રોવરે (Range Rover) વલસાડ નજીક હાઇવે નં. 48 પર એક યુવાનની બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના જુજવા ગામે રહેતો સાવનકુમાર જયંતિભાઇ રાઠોડ (ઉ.વ.30) ગત રોજ તેની બાઇક (નં.GJ-15-BA-3735) લઇને હાઇવે પર ફરવા નિકળ્યો હતો. ત્યારે રાત્રે સુરતની એક રેન્જ રોવર (નં.GJ-05-RJ-9117) ના ચાલક કરણ શૈલેશ મશરૂવાળા (ઉ.વ.30)એ સાવન કુમારની બાઇકને અડફેટે લઇ ગંભીર અકસ્માત કર્યો હતો.

  • સુરતની રેન્જ રોવરની અડફેટે ચઢેલા વલસાડના યુવાનનું મોત
  • હાઇવે પર રેન્જ રોવરે વલસાડના યુવાનની બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો
  • એક જ પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

આ અકસ્માતમાં સાવનકુમારને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે સાવનકુમારના પિતા જયંતીભાઇએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ મશરૂવાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાવન કુમારના પિતા પ્લમ્બરનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં તેની નાની બહેન છે. પરિવારમાં તે એક જ પુત્ર હતો. ત્યારે તેના જવાથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.

પાથરી ગામે બાઈક ચાલકે અડફટે લેતા સાયકલ ચાલકનું મોત નિપજ્યું
જ્યારે અકસ્માતના અન્ય બનાવમાં વલસાડ તાલુકાના ચણવઇ ગામે મંદિર ફળિયામાં રહેતા નરેશભાઈ બચુભાઈ નાયકા નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ નરેશભાઈ પોતાની સાયકલ લઈને નોકરી ઉપર ગયા હતા અને સાંજે નોકરી પરથી પાથરી ગામે જલારામ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કપરાડાના મેણઘા ગામે રહેતા બાબુભાઈ કનુભાઈ ભોગીયાએ પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર જીજે 15 બીએચ 8062 પુરઝડપે હંકારી સાયકલ ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સાયકલ ચાલક નરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બે અલગ અલગ ઘટનામાં બે અકસ્માતમાં બેના મોત પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top