SURAT

વર્ષ 2021માં પત્નીએ ઉભરાટ દરિયા કિનારે કરેલી પતિની કરપીણ હત્યાનો સૂત્રધાર ફેસબૂક પ્રેમી ઝડપાયો

સુરત: (Surat) વર્ષ 2021માં 19 માર્ચના રોજ ઉભરાટ દરિયા કિનારે (Beach) થયેલી કરપીણ હત્યાનો (Murder) મુખ્ય સૂત્રધાર આખરે બે વર્ષ પછી ઝડપાયો છે. આ મામલે વર્ષ 2021માં પ્રમોદસિંગની કરપીણ હત્યા થઇ હતી. આ હત્યા જે ઢબે કરવામાં આવી હતી તેનાથી મરોલી પોલીસ (Police) પણ ચોંકી ગઇ હતી.

  • વર્ષ 2021માં પત્નીએ કરેલી પતિની કરપીણ હત્યાનો સૂત્રધાર ફેસબૂક પ્રેમી ઝડપાયો
  • હત્યાનો કારસો કરનાર વિનોદસિંહ છેલ્લા બે વર્ષથી ફરાર હતો
  • ફેસબૂક પ્રેમિકાના કહેવા પર તેના પતિનુ કાસણ વિનોદે કાઢી નાંખ્યુ હતુ
  • આ હત્યા જે ઢબે કરવામાં આવી હતી તેનાથી મરોલી પોલીસ પણ ચોંકી ગઇ હતી

ઘટનાની વિગત મુજબ પ્રમોદસિંગની પત્ની પ્રિતીસિંગે તેના ફેસબૂક પ્રેમી તત્કાલ સમયે રહેવાસી લખનૌના વિનોદ મહેશસિંગને મુંબઇ બોલાવ્યો હતો. પત્ની પ્રિતીસિંગે વિનોદ મહેશસિંગ સાથે અંગત પળો માણીને તેને પોતાના પતિ પ્રમોદસિંઘ મારતો અને હેરાન કરતો હોવાનુ જણાવ્યુ હતુ. આ ઉપરાંત તે પતિથી તે છૂટવા માંગે છે તેમ જણાવ્યુ હતુ. તેથી વિનોદસિંહે તેની પ્રેમીકા પ્રિતીસિંહને તેના પતિને મરોલી ઉભરાટ ખાતે લાવવા માટે જણાવ્યુ હતુ. પ્રિતીસિંગે તેના પતિ પ્રમોદસિંગને ઉભરાટ ફરવા જવા માટે મનાવીને તેઓ મુંબઇથી સુરત આવ્યા હતા. વિનોદ મહેશસિંગે તેની પ્રેમિકા પ્રિતીના કહેવા પર પોતાના ઓળખીતા અનિકેત અને ચંદ્રભૂષણનો સંપર્ક કર્યો હતો. આ બે ઇસમોને ઉભરાટ જઇને પ્રમોદસિંગની હત્યા કરવા જણાવ્યુ હતુ.

પ્રમોદસિંઘને તેની પત્નીએ પાણીમાં ડૂબાડીને હત્યા કરી
ઉભરાટ દરિયાકિનારે પોતાના બાળક સાથે આવેલી પ્રિતિસીંઘના કારસા અંગે પ્રમોદસિંગ અજાણ હતો. દરમિયાન બાળકને પેશાબ કરવાનુ જણાવીને પ્રિતીસિંગ ઝાડી ઝાંખરામાં ગઇ હતી. ત્યાંથી તે પરત નહી આવતા પ્રમોદસિંગે તેની તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઝાડી ઝાંખરામાં લપાઇને બેસેલા અનિકેત અને ચંદ્રભૂષણે ચાકૂ કાઢીને પ્રમોદસિંઘના ગળામાં ગોપી દીધુ હતુ. જયારે પ્રમોદસિંઘ જમીન પર પડતા પાણીમાં ડૂબાડી તેની પત્ની પ્રિતીસિંગે હત્યા કરી નાંખી હતી.

આ મામલે મુખ્ય આરોપી અને કારસો કરનાર વિનોદ મહેશસિંગ છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હતો. પોલીસે આ મામલે વિનોદસિંહ તે હરિયાણા બોર્ડર પર સિકયુરીટીની નોકરી કરતો હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર જઇને વિનોદસિંગની ધરપકડ કરી હતી. દરમિયાન વિનોદે હરિયાણામાં અન્ય યુવતી સાથે વિવાહ કરી લીધા હોવાની વિગત પોલીસે જણાવી હતી.

Most Popular

To Top