SURAT

સુરતના પાનવાલા અને જરીવાલા ટ્યુશન કલાસીસ મુસીબતમાં મુકાયા

સુરત: વાર્ષિક લાખોના મોટા પેકેજ (Pakage) વસૂલી વિદ્યાર્થીઓની (Student) સંખ્યા ઓછી દર્શાવી કાચા-પાકામાં ફી (Fees) વસૂલી 18 ટકા ટેક્સ (Tax) ચોરી કરાતી હોવાની શંકાને પગલે સ્ટેટ જીએસટી (GST) વિભાગે આજે સુરતના બે ટ્યુશન ક્લાસિસ સહિત રાજ્યના 13 કોચિંગ ક્લાસિસના 48 સ્થળ પર દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં પાનવાલા ટ્યુશન ક્લાસના એક અને જરીવાલા ટ્યુશન ક્લાસિસના 3 સ્થળે તથા સુરત અને નવસારીમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના કોચિંગ ક્લાસમાં જીએસટી વિભાગે સર્ચની કાર્યવાહી કરી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્વિસ સેક્ટર અંગે સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં સર્વિસ સેક્ટર અન્વયેના વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતાં વ્યવસાયિકો દ્વારા યોગ્ય રીતે GST ભરપાઇ કરવામાં આવે છે કે, કેમ? તેની સિસ્ટમ બેઝડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે.

  • વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી દર્શાવી કાચા-પાકામાં ફી વસૂલી 18 ટકા ટેક્સ ચોરી કરાતી હોવાની શંકા
  • રાજ્યના 13 કોચિંગ ક્લાસિસ ઉપર જીએસટીના દરોડા

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અને ધોરણ – 10 થી 12 ના વિદ્યાર્થીઓને કોચિંગ આપતા એકમો પર એકીસાથે રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં જીએસટી વિભાગને શંકા છે કે, કેટલાક ટ્યુશન ક્લાસિસના સંચાલકો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી દર્શાવવા ઉપરાંત 1.25 લાખથી 4 લાખના પેકેજ લેવા સામે 60/40 ના રેશિયોમાં રોકડ અને ચેકની રકમ વસુલતા હતાં. એ રીતે સરકારની તિજોરીને નુકસાન કરવામાં આવતું હતું. વિભાગે ડોક્યુમેન્ટ, કોમ્પ્યુટર ડેટા જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરિંગ- ભાવનગર, ગાંધીનગર, પ્રા. લિ. અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર,સુરેન્દ્રનગર, રાજકોટ 12 સ્થળ, વર્લ્ડ ઇનબોક્સ એચુ. પેપર પ્રા.લિ. ભાવનગર -2 સ્થળ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હિંમતનગર- 4 સ્થળ, સ્વામી વિવેકાનંદ એકેડમી ગાંધીનગર, ભાવનગર 5 સ્થળ, વિવેકાનંદ એકેડમી ગાંધીનગર 6 સ્થળ, કિશોર ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગર 4 સ્થળ, સુરત, નવસારી 1-1 સ્થળ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સુરત, નવસારી 2 સ્થળ, પાનવાલા ક્લાસિસ સુરત 1 સ્થળ, જરીવાલા ક્લાસિસ સુરત 3 સ્થળ, વેબસંકુલ પ્રા.લિ. ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગર 6 સ્થળ, જીપીએસસી ઓનલાઇન ગાંધીનગર-1 સ્થળ, વેબસંકુલ કોમ્યુટર ક્લાસિસ ગાંધીનગર 1 સ્થળ, કોમ્પિટિટિવ કેરિયર પોઇન્ટ જૂનાગઢ 1 સ્થળ આ કોચિંગ કલાસને વરુણીમાં લેવાયા છે.

Most Popular

To Top