SURAT

સુરતની ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની હવે આ ગુનામાં ધરપકડ

સુરત: (Surat) સુરતની વિવાદિત ટીકટોક સ્ટાર (TikTok Star) કીર્તિ પટેલની (Kirti Patel) આજે તા. 3 મેના રોજ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ (Arrest) કરી છે. અમદાવાદની એક યુવતીને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કીર્તિ પટેલ વિરદ્ધ બિભત્સ લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસ મથકમાં છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

  • અમદાવાદની યુવતીને ધમકી આપવાના ગુનામાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી
  • કીર્તિ પટેલનો મિત્ર ભરત ભરવાડ વોન્ટેડ
  • અગાઉ સુરતમાં પણ કીર્તિ વિરુદ્ધ ગુના નોંધાયા છે

આ કેસની વિગત એવી છે કે બે મહિના પહેલાં અમદાવાદના એસજી હાઈવે નજીક મારામારી થઈ હતી, તેની અદાવત રાખીને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલે વસ્ત્રાપુરમાં રહેતી એક યુવતીને ધમકી આપી તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ અને ફોટા વાયરલ કર્યા હતા. તેથી વસ્ત્રાપર પોલીસ મથકમાં કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં આજે કીર્તિ વસ્ત્રાપુર પોલીસ મથકમાં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કીર્તિ પટેલ અને તેનો મિત્ર ભરત ભરવાડે ફરિયાદી યુવતીને વારંવાર સમાધાન કરી લેવા હેરાન કરતા હતા, જેના પગલે યુવતીએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કીર્તિ પટેલે પોતાના પર લાગેલા તમામ આરોપ નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલ વિવાદ માટે જાણીતી છે. અગાઉ સુરતમાં પણ હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ 3 ગુનાઓ તેની વિરુદ્ધ દાખલ થયા હતા. વનવિભાગ દ્વારા પણ તેની સામે ફરિયાદ કરાઈ હતી. સુરતમાં નહીં પ્રવેશવાની શરતે કીર્તિ પટેલને જામીન પર છોડવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ કરવા માટે કીર્તિ પટેલે જાણીતી છે.

Most Popular

To Top