World

રશિયા – યુક્રેન યુદ્ધ મામલે વડાપ્રધાન મોદીએ કહ્યું-તાત્કાલિક યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવે

કોપનહેગન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) આજે તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે ડેનમાર્ક(Denmark)ની રાજધાની કોપનહેગન(Copenhagen) પહોંચી ગયા છે. એરપોર્ટ પર ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસન(Matt Frederickson) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી પીએમ મોદી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને એમઓયુ(MOU)ની આપલે કરશે. બાદમાં તેઓ બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે અને રાત્રિભોજન માટે રાણી માર્ગ્રેથ(Queen Margaret) સાથે મુલાકાત કરશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પોતાનો પહેલો દિવસ જર્મનીમાં વિતાવ્યો હતો.

ડેનમાર્કના વડા પ્રધાનનાં નિવાસસ્થાની લીધી મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોપનહેગનમાં ડેનમાર્કના વડા પ્રધાન મેટ ફ્રેડ્રિકસનના નિવાસસ્થાને વ્યક્તિગત મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે ડેનમાર્કના પીએમ પણ હાજર હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી.

ઉર્જા અને શિક્ષણ ક્ષેત્રે અનેક કરારો થયા
ભારત અને ડેનમાર્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ વડાપ્રધાન મેટ ફ્રેડ્રિકસેનની હાજરીમાં કોપનહેગનમાં લેટર્સ ઓફ ઈન્ટેન્ટ અને એમઓયુની આપલે કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા અને શિક્ષણ ક્ષેત્રે અનેક સમજૂતીઓ પર સહમતિ થઈ હતી. ડેનમાર્કના પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ગ્રીન એનર્જી અંગે સમજૂતી થઈ છે. આ દરમિયાન બંને વચ્ચે યુક્રેન સંકટને લઈને પણ ચર્ચા થઈ હતી.

પીએમ મોદીએ સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો
પીએમ મોદીએ ડેનમાર્કના સ્વાગત બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમે સાથે મળીને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સંયુક્ત યોજના પર ચર્ચા કરી હતી. અમે ગ્રીન એનર્જી, શિપિંગ, પોર્ટ અને વોટર મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. વિન્ડ પાવર, શિપિંગ, કન્સલ્ટન્સી, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતમાં 200 થી વધુ ડેનિશ કંપનીઓ કાર્યરત છે. તેઓ ભારતમાં વેપાર કરવાની વધતી જતી સરળતા અને અમારા મેક્રો ઇકોનોમિક સુધારાઓથી લાભ મેળવી રહ્યાં છે. ડેનિશ કંપનીઓ માટે ભારતમાં રોકાણની ઘણી તકો છે.

યુક્રેન યુદ્ધ મામલે પી.એમ મોદીનું મોટું નિવેદન
સમજૂતી બાદ પીએમ મોદી અને ડેનિશ વડાપ્રધાન મેટ ફ્રેડ્રિકસેને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સંયુક્ત નિવેદનની રજૂઆત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જોઈએ. ભારત દ્વારા આ અપીલ સતત અપીલ કરવામાં આવી રહી છે.

ડેનમાર્કની રાણી સાથે ડિનર પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપની મુલાકાતના બીજા દિવસે ડેનમાર્ક જશે જ્યાં તેઓ ડેનમાર્કની રાણી માર્ગારેટ II ને મળશે અને રાજધાની કોપનહેગનમાં તેમની સાથે રાત્રિભોજન કરશે. પીએમ મોદી ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડ્રિક્સન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને એમઓયુની આપ-લે કરશે. બાદમાં તેઓ બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે અને રાણી માર્ગ્રેથે સાથે રાત્રિભોજન કરશે.

Most Popular

To Top