SURAT

સૌરાષ્ટ્રના અમરેલીમાં ગાંજો સપ્લાય કરતો ડ્રાઈવર સુરતના કામરેજમાંથી પકડાયો

સુરત(Surat) : સૌરાષ્ટ્રના (Saurashtra) અમરેલી (Amreli) ખાતે ગાંજાના (Marijuana) જથ્થા સાથે એકને પોલીસે (Police) પકડી (Arrest) પાડતા આ ગાંજો સુરત ખાતેથી લીધો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે અમરેલી પોલીસે સુરત એસઓજીની મદદ લઈ ગાંજો સપ્લાય કરનારને પકડી પાડ્યો હતો. સૌરાષ્ટ્ર ખાતે અમરેલી પોલીસે ગત 9 જુલાઈએ જુમ્મા મસ્જીદ મોટા કસ્બાવાડા ગુંદીયા ચોરા પાસેથી આરોપી ઇરફાન ઉર્ફે જીગો અબુ શા ઇસ્માઈલ ભાઈ ઓડા (ફકીર) (હાલ રહે. જુમ્મા મસ્જીદ મોટા કસ્બાવાડા, અમરેલી તથા મુળ રાજુલા) પાસેથી નશાકારક પ્રતિબંધિત ગાંજો વજન ૧.૨૩૫ કિ.ગ્રા. કબ્જે લીધો હતો. અને ગાંજાનો જથ્થો મંગાવનાર તથા ગાંજાનો જથ્થો આપનાર તમામ આરોપીઓ વિરૂધ્ધમાં નાર્કોટીક્સ (Narcotics) અંગેનો ગુનો અમરેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો.

ગાંજાનો આ જથ્થો સુરત ખાતે રહેતા નવનીતભાઈ નામના વ્યક્તિએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી અમરેલી પોલીસે સુરત પોલીસની મદદ લેતા એસઓજીની (SOG) ટીમ આ કામે લાગી હતી. દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપી નવનીત ઉર્ફે ભુરો મુકેશભાઈ ડાવરા (ઉ.વ.૨૯ રહે. ઘર નં.એ/૩૫ અવસર બંગલો વેલંજાગામ, કામરેજ, જિ.સુરત તથા મુળ ગીર સોમનાથ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે ટેમ્પો ડ્રાઈવિંગનું કામ કરતો હોવાનું કહ્યું હતું. પરંતુ કામકાજ બરાબર ચાલતુ નહીં હોવાથી પોતે ચોરી છુપીથી છુટકમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આ દરમ્યાન અમરેલી ખાતે પકડાયેલા આરોપી સુરત ખાતે ગાંજાની ખરીદી કરવા માટે આવ્યો હતો. જેથી તેણે ગાંજાનો જથ્થો વેચાણથી આપ્યો હતો.

એસઓજીએ ગુજરાતના 13 જિલ્લા અને ત્રણ રાજ્યોના 74 વોન્ટેડ આરોપીને પકડ્યા
પોલીસ કમિશનરની સુચનાથી શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સિટી’ ઝુંબેશ ચાલે છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત એસઓજી દ્રારા અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ 18 જિલ્લાના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ કુલ 71 આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં સુરત શહેરના સૌથી વધારે 33 આરોપી પકડાયા છે. આ સિવાય સુરત ગ્રામ્ય વિસ્તારના 14 આરોપી પકડાયા છે. જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઓડીસાના 3 મળી કુલ 74 આરોપીને પકડીને પાંજરે પુર્યા છે.

Most Popular

To Top