SURAT

ધોળે દ્હાડે સુરતના સરથાણામાં આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની હત્યા

સુરત: (Surat) શહેરમાં વધુ એક હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. શહેરના સરથાણા (Sarthana) વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે કારમાં સવાર આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ પર હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ચપ્પુના ધા મારી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પાગલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના મામલે પોલીસે (Police) તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનોખોરીએ માજા મૂકી છે. હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ શહેરમાં દિનપ્રતિદિન બને છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના રસથાણા વિસ્તારમાં બન્યો છે. કારમાં સવાર સિદ્ધાર્થ રાવ પર હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ચપ્પુના ધા મારી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. મૃતકનું આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ (ઉ.વ. 32) હોવાનું હાલ બહાર આવ્યું છે. પાર્કિગમાં કાર પાર્ક કરતા જ અજાણ્યા ઈસમોએ હુમલો કરી સિદ્ધાર્થને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. હાલ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સિદ્ધાર્થ રૂપિયા લેવા સુરત આવ્યો હતો અને રૂપિયાની લેતીદેતીમાં જ હત્યા થઈ હોવાની શક્યતા છે.

સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈને સુરત રૂપિયા લેવા આવ્યો હતો. દરમિયાન આજે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલાના પાર્કિંગમાં કાર ઉભી રાખતાની સાથે જ પાંચથી છ ઈસમો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સિદ્ધાર્થને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સરથાણા વિસ્તારમાં જાહેરમાં હત્યાની ઘટનાને પગલે લોકો ટોળા એક્ઠા થઇ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે તપાસ કરતા આ મરનાર યુવાન આણંદ પોલીસમાં અનેક વખત પકડાયેલ હોવાનું અને તે આણંદમાં માથાભારેની છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી સિદ્ધાર્થ રાવનો ખૌફ એટલો હતો કે તેના વિરૂદ્ધ ફરિયાદ કરતાં પણ લોકો ડરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં સિદ્ધાર્થ રાવ સહીત ત્રણ જણને અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top