SURAT

સુરત વરાછાની આ સોસાયટીમાં રોડ બનાવવાનું મશીન જ જમીનમાં ધસી ગયું

સુરત: (Surat) વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીમાં રોડ બનાવવાની (Road Repairing) કામગીરી કરવા માટેનું મશીન (Machine) જ રોડ બેસી જતાં ફસાઈ ગયું હતું. સામા ચોમાસાએ આ રીતે રોડની કામગીરી કરતા નવા બનાવાયેલા રોડનું પણ ધોવાણ થવાની શક્યતા છે, તેમ છતાં હાલમાં રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા (Quality) સામે પણ પ્રશ્ન ઉભા થયા છે.

  • રોડ બનાવવાના કામ માટેનું મશીન રોડ બેસી જતાં ફસાઈ ગયું
  • કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભા થયા
  • પુણાની અંજની સોસાયટીમાં ફસાયેલા મશીનને ભારે જહેમત બાદ બહાર કઢાયું

ચોમાસાના આરંભ પહેલા વિવિધ સોસાયટીઓમાં તાકીદે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે માટે મનપાના કોન્ટ્રાક્ટરો મશીન લઈને અંજની સોસાયટી પર પહોંચી ગયા હતા. રોડ બનાવવાની કામગીરી પહેલા અગાઉ બનેલા રોડ પર થોડું ખોદકામ કરાયું હતું અને ત્યાર બાદ રોડ કારપેટની કામગીરી મશીનથી કરવાની હોય મશીન ઉતારવામાં આવ્યું હતું. પરંતુ રોડની કામગીરી શરૂ થાય તે પહેલા જ મશીન રોડમાં ફસાઈ ગયું હતું અને ભારે જહેમત બાદ ફસાયેલા મશીનને રોડમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આખરે મનપાનું તંત્ર જાગ્યું: મુગલીસરાય રોડની મરામત શરૂ કરી દેવાઇ
સુરત: છેલ્લા ઘણા સમયથી કોટ વિસ્તારમાં ચારેબાજુ ખોદકામના કારણે આખો સેન્ટ્રલ ઝોન ધૂળીયો ઝોન બની ગયો છે. આ મામલે સ્થાનિક નગરસેવકો દ્વારા પણ ફરિયાદો કરવા છતા કામમાં પ્રગતી જણાતી નહોતી પરંતુ સ્થાનિક કાર્યકરો વહાબ સોપારીવાલા દ્વારા મનપા કમિશનરને કરેલી રજૂઆતના અનુસંધાને ‘ગુજરાતમિત્ર’માં કોટ વિસ્તારના લોકોની વ્યથાને વધુ એક વખત વાચા અપાઈ હતી જેમાં સુરત મનપા મુખ્ય કચેરી સામેનો મુગલીસરાયવાળો જે રસ્તો બિસ્માર હાલતમાં છે, અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરાબ રોડને કારણે ધૂળ ઊડવાની સમસ્યાથી વેપારીઓ તથા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો અહેવાલ રજુ કરાયો હતો. આ અહેવાલને કારણે મનપા તંત્ર સફાળુ જાગ્યું હતું અને તેથી તંત્રએ તાત્કાલિક માટી ઉપાડવાની અને રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી સાથે સાથે ધૂળની ડમરીઓથી તાત્કાલિક રાહત થાય તે માટે આખા રસ્તા પર પાણીનો છંટકાવ પણ કરી દેવાયો હતો.

Most Popular

To Top