SURAT

ઇંગ્લેન્ડ ટુ ઇન્ડિયા: સુરતના રસ્તા ઉપર બે વિદેશી રિક્ષા લઈને ફરતા દેખાયા

સુરત: સુરત (Surat) શહેરના હેવી ટ્રાફિકમાંથી (Heavy Traffic) મંગળવારે બે વિદેશી રિક્ષા (Auto) લઈ પસાર થતા હતા. ત્યારે લોકોની નજર તેમના ઉપર ઠરી ગઈ હતી. આ બંને યુકેથી ભારત (India) આવ્યા છે. અને ભારતમાં કોચીથી રિક્ષા લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે. મંગળવારે સવારે સુરત આવ્યા બાદ 25 સપ્ટેમ્બરે જેસલમેરમાં તેમનો પ્રવાસ પૂરો કરશે.

  • યુકેના બંને યુવાન 25 સપ્ટેમ્બરે રિક્ષા લઈ જેસલમેરમાં પ્રવાસ પૂરો કરશે
  • ઇંગ્લેન્ડના કોન્નોર અને જેમ્યેને એડ્વેન્ચરનો શોખ: કોચીથી રિક્ષામાં ભારત ભ્રમણ

જીવનમાં ઘણા લોકોને સતત કંઈક નવું સાહસ કરવાનું ગમતું હોય છે. અને એટલે જ તેઓ પ્રવાસન કરતા હોય છે. ઇંગ્લેન્ડનું એક ગ્રુપ ભારતમાં એડ્વેન્ચર ટ્રીપ કરવા નીકળ્યું છે. આ ગ્રુપના બે યુવાન ભારતના આકરા ટ્રાફિકમાં પણ સરળતાથી ઓટો રિક્ષા લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે. આ બંને મંગળવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં આવ્યા બાદ તેઓ આવતીકાલે સવારે તેમના આગળના પ્રવાસે નીકળશે.

12 સપ્ટેમ્બરે કોચીથી તેમને ઓટો રિક્ષામાં પ્રવાસ શરૂ કર્યો હતો. કોચીથી શરૂ કરી કોઈમ્બતુર, મૈસૂર, ગોવા, કોયના, મુંબઈ અને મંગળવારે સુરત આવ્યા હતા. સુરતથી વહેલી સવારે નીકળીને આજે ઉદયપુરમાં પહોંચશે. અને 25 સપ્ટેમ્બરે તેઓ જેસલમેરનો પ્રવાસ પૂરો કરશે. મંગળવારે સુરતના રસ્તા પર કેટલાક રિક્ષાવાળા તેમની સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરી રહ્યા હતા. ઓટો રિક્ષામાં સવાર બંને વિદેશીને જ્યારે તેમનાં નામ અને પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પોતાનું નામ કોન્નોર અને જેમ્યે હોવાનું જણાવ્યું હતું. તેમને સતત કંઈક ને કંઈક એડ્વેન્ચર્સ કરવાનું ગમે છે. અને આ પ્રવૃત્તિ કરી જે પણ પૈસા આવે છે તે ચેરિટીમાં આપે છે. તેમનું 50 લોકોનું ગ્રુપ છે.

કોચીથી 1700 કિલોમીટર રિક્ષા ચલાવી સુરત આવ્યા
બંને વિદેશીએ જણાવ્યું હતું કે, તેઓ ભારતના રસ્તા, પ્રકૃતિ અને લોકોનો જાતે પ્રવાસ કરી અનુભવવા માંગે છે. એટલે રિક્ષા લઈ 9 દિવસમાં કોચીથી 1700 કિલોમીટર દૂર સુરત સુધી આવ્યા છીએ. વચ્ચે ઘણી જગ્યા પર પહાડો અને નદીઓ સાથેના ભારતની મજા માણતા આવ્યા છીએ. અને કુલ 2477 કિલોમીટર પ્રવાસ કરી તેઓ જેસલમેર પહોંચશે.

Most Popular

To Top