SURAT

સુરત: અમરોલીમાં પકડાયેલા આરોપીએ દિકરીને પેડલર બનાવી દીધી

સુરત: (Surat) શહેર પોલીસ (Police) દ્વારા ગુરૂવારના રોજ રિકસામાંથી 77000નુ 7.7 ગ્રામ ડ્રગ્સ (Drugs) પકડી પાડયુ હતુ. તેમાં રાંદેરનો અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રિકસાચાલક ઇમરાનની પણ ધરપકડ કરવામાં આવી છે. અઝીઝખાન દ્વારા રિકસાચાલકને 500 રૂપિયા આપીને ડ્રગ્સની ડીલીવરી કરાવતો હોવાની વિગતો બહાર આવી છે.

  • પિતા જેલમાં જતા દિકરીએ એમડી વેચવાનુ શરૂ કરી દીધું
  • અમરોલીમાં પકડાયેલા આરોપીઓએ આ દિકરીને પેડલર બનાવી દીધી

આ લોકોએ રાંદેરમાં પણ હાલમાં જેલમાં ગયેલા પેડલરની દિકરીને પણ એમડી વેચવા માટે માલ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલબત પોલીસ દ્વારા હજુ સુધી આ યુવતી પર ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. અમરોલી પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે રિકસા અને એમડી ડ્રગ્સ સાથે કુલ 1.50 લાખની મત્તા સીઝ કરી હતી.

મોજશોખ માટે બાઇક ચોરી કરતા બે સિક્યુરીટી ગાર્ડ પકડાયા
સુરત : મોજશોખ માટે બાઇક ચોરી કરતા બે સિક્યુરીટી ગાર્ડને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. સિક્યુરીટી ગાર્ડે મોજશોખ માટે અડાજણ અને પાલમાંથી ચોરી કરેલી બાઇક તથા એક્ટિવા ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ (1) મયંક ઉર્ફે મંકુ મમરાજ યાદવ (ઉ.વર્ષ 33 ધંધો સિક્યુરીટી ગાર્ડ, આયુષ સિક્યુરીટી ફોર્સના રૂમમાં ખાટુ શ્યામ મંદિર પાસે વીઆઇપી રોડ) અને ગૌરવ સ્રેવશ યાદવ (ઉ. વર્ષ 21 મૂળ રહેવાસી મૈનપુરી, યુપી)ને પકડી પાડ્યા હતા. આ લોકોએ ફૂડ પાર્સલ માટે પણ બાઇક ચોરી કરવામાં આવતી હોવાની કબૂલાત કરી છે. દરમિયાન સિક્યુરીટી ગાર્ડ દ્વારા જ ચોરી કરવામાં આવતા પોલીસ પણ અવાક થઇ ગઇ હતી. સિક્યુરિટી ગાર્ડ આયુષ સિક્યુરિટી કંપનીમાં કામ કરતા હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top