SURAT

ઓનલાઈન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું સુરત જિલ્લામાં 95.4 ટકા પરિણામ

સુરત: (Surat) ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (Gujarat Secondary Education Board) દ્વારા જાહેર કરાયેલા SSC 2023ના પરિણામોમાં (Result) ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું સુરત જિલ્લામાં 95.4% પરિણામ આવ્યું છે. વિદ્યાકુલ એપ્લિકેશનમાં 1,80,000+ આસપાસ બાળકોએ વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

  • વર્ષ 2023 માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલનું સુરત જિલ્લામાં 95.4% પરિણામ
  • 18% વિદ્યાર્થીઓએ A1 અને 26% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા
  • ટૂંક સમયમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ તમામ ટોપર્સને સન્માનિત કરવામાં આવશે
  • વિદ્યાકુલ એપ્લિકેશનમાં 1,80,000+ આસપાસ બાળકોએ વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કર્યું

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા SSC 2023ના પરિણામોમાં, ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું સુરત જિલ્લામાં 95.4% પરિણામ આવ્યું છે. જેમાંથી 18% વિદ્યાર્થીઓએ A1 અને 26% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા તથા ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વિદ્યાકુલ એપ્લિકેશનમાં 1,80,000+ આસપાસ બાળકોએ વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જેમાથી 65% જેટલી વિદ્યાર્થિનીઓ અને 35% જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ટૂંક સમયમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ તમામ ટોપર્સને સન્માનિત કરવામાં આવશે. વિદ્યાકુલના CEO તરુણ સૈની તથા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ભાવિનભાઈ દુધાત અને રજનીશભાઈ ખેની તથા શિક્ષકમિત્રોએ તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન અને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે આ વર્ષે યુથ વિદ્યાકુલ Youtube ચેનલ દ્વારા 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ વિશ્વાસ દર્શાવી વિનામૂલ્ય દરરોજ શિક્ષણ મેળવી રહ્યા છે.

Most Popular

To Top