Dakshin Gujarat

પ્રસંગમાંથી ટેમ્પોમાં પાછા જઈ રહેલા 23 લોકોને વલસાડ નજીક નડ્યો અકસ્માત

બીલીમોરા: (Bilimora) વલસાડ નજીક પારડી ગામે ચાંદલા વિધિ પ્રસંગમાંથી પરત ફરતી વેળા ગુરુવારે બપોરે બીલીમોરા નજીક ગોયંદી-ભાઠલા શાળા પાછળ વળાંકમાં ટેમ્પો (Tempo) પલ્ટી ગયો હતો. ટેમ્પોમાં સવાર પૈકી 23 લોકોને નાની મોટી ઇજાઓ સાથે સરકારી – ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતમાં (Accident) 55 વર્ષીય એક આધેડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પો ચાલક પોતે જ પોલીસમાં હાજર થઈ ગયો હતો.

પારડી કોટલાવ ગામે રહેતા સંજય દિલીપભાઈ રાઠોડનાં પુત્ર ધનંજય રાઠોડની ગુરુવારે ચાંદલા વિધિ હતી. જેમાં ભાગ લેવા બીલીમોરા ઓરીયામોરામાં રહેતા મામા મહેશ શંકરભાઇ રાઠોડ પોતાના સગા સંબંધી અને મહોલ્લાવાસી સાથે ટેમ્પોમાં ગયા હતા. ચાંદલા વિધિ આટોપી ગુરુવારે બપોરે અઢી વાગ્યાનાં અરસામાં છોટા હાથી ટેમ્પો નં.GJ 21 W 2813 ગોયંદી-ભાઠલા હાઈસ્કૂલ પાછળ વળાંકમાં પસાર થતો હતો તે વેળા ચાલક રણજીતભાઈ પટેલ (વલોટી)એ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલ્ટી જતાં 23 લોકો લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. જેને એમ્બ્યુલન્સ મારફત બીલીમોરાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય નરેશ પટેલ, શાંતિલાલ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, મામલતદાર જગદીશ ચૌધરી, જયેશ દેસાઈ, ટીડીઓ ભાવના યાદવ સહિત અધિકારી પદાધિકારીઓ દોડી આવ્યા હતા.

બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો
સુમિત્રા ભરતભાઇ રાઠોડ (46), ભીખીબેન ભરતભાઇ રાઠોડ (40),કુસુમ રમણભાઈ રાઠોડ (૫૨), મધુ અશોકભાઈ પટેલ (45), તેજો જીજ્ઞેશ હળપતિ (29), લલિબેન ભગુભાઈ રાઠોડ (60), ગીતા બાલુભાઈ રાઠોડ (50), બાલુભાઈ છોટુભાઈ રાઠોડ (55), ભરત મોહનભાઇ રાઠોડ(42), નીરુબેન મંગુભાઇ રાઠોડ (55), સુમિબેન બાબુભાઇ રાઠોડ (55), રીટા પ્રવીણ હળપતિ (38), ધ્યાની જીજ્ઞેશ હળપતિ(4), સુશીલા સુરેશભાઇ હળપતિ (59), નિર્મલા મોહનભાઇ રાઠોડ (50)તમામ રહે. ઓરીયામોરા બીલીમોરા, સાથે મહેશ ગુલાબભાઈ હળપતિ (45) રહે. ધનોરી

બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં સારવાર લેતાં ઘાયલો
ધનુબેન મહેશભાઈ હળપતિ (45), સુમિત્રા રાઠોડ (46), શારદાબેન નારણભાઇ હળપતિ (60), સવિતાબેન શંકરભાઇ રાઠોડ (62), સુખીબેન રાઠોડ, સવિતા બુધાભાઈ રાઠોડ (62), રૂખીબેન શંકરભાઇ રાઠોડ (58), રમીલા અરવિંદ રાઠોડ (50) જ્યારે વધુ બે દર્દી ઓને ચીખલી આલીપોર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે બીલીમોરાના બાલુભાઈ છોટુભાઈ રાઠોડ (55)ને વધુ ઈજાઓ પહોંચી છે અને તેઓની હાલત કટોકટ હોવાનું કહેવાય છે.

Most Popular

To Top