Dakshin Gujarat

કામરેજ પાસેના ગામમાં કન્ટેનરમાંથી 6 કારમાં ભરીને દારૂ સગેવગે કરાઈ રહ્યો હતો અને પોલીસ પહોંચી..

કામરેજ: (Kamrej) કામરેજના ઘલા ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં કન્ટેનરરમાંથી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઉતારી છ ફોર વ્હીલ કારમાં સગેવગે કરવા જતાં પોલીસ (Police) ત્રાટકી હતી. ચાર ઈસમને પકડી પાડી પોલીસે વિદેશી દારૂની (Alcohol) બોટલ નંગ 15460 કિંમત રૂ.17,20,800 તેમજ કન્ટેન્ટર, છ કાર (Car), મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.64,32,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • ઘલામાં કન્ટેનરમાંથી છ કારમાં દારૂ સગવગે કરતી વેળા પોલીસ ત્રાટકી, ચાર પકડાયા
  • વિદેશી દારૂ, છ કાર, કન્ટેનર સહિત કુલ રૂ.64,32,800નો મુદ્દામાલ કબજે

કામરેજ પોલીસને ગુરુવારે બાતમી મળી હતી કે, ઘલા ગામે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં ખેતરાડી જતાં રસ્તા પર ગોચરની ખુલ્લી જગ્યામાં રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામભાઈ પટેલ (રહે.,ધોબા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી)એ કન્ટેનરમાં દારૂ મંગાવી જથ્થો બદ્રી હીરાલાલ જાટ માણસો સાથે દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી પીઆઈ રાજેશ ભટોળે સ્ટાફ સાથે રેડ કરતાં કન્ટેનર નં.(આરજે 11 જીસી 0530) કિંમત રૂ.15 લાખમાંથી દારૂનો જથ્થો ઉતારી છ અલગ અલગ ફોર વ્હીલ કાર નંબર તપાસ કરી હતી.

રેનોલ્ટ ટ્રીબર નં.(જીજે 05 આરકે 2492) કિં.રૂ.3 લાખ, બે મહિન્દ્ર એક્સયુવી એક જ આર.ટી.ઓ. નંબરની જીજે 01 આમએમ 4603 કિંમત રૂ.12 લાખ, ટાટા બોલ્ટ નં.(જીજે 05 બીવી 9244) કિંમત રૂ.3 લાખ,મહિન્દ્ર એક્સયુવી નં.(જીજે 15 સીએચ 7681) કિંમત 6 લાખ, ટાટા હેક્સા નં.એમએચ 43 બીકે 6563 કિંમત 8 લાખની ચાર ઈસમ શાહિદ ઈસ્લામ ખાન (રહે.,ઘત્વાસન, જિ.મેવાત, હરિયાણા), રણજીત ઉર્ફે લાલો પ્રવીણ મકવાણા (હાલ રહે., કુબેરનગર, કતારગામ, મૂળ રહે.,જીવાપર, તા.બરવાળા, જિ.બોટાદ), ભરત રઘુભાઈ ચૌધરી (રહે.,રંડાલા, તા.વીસનગર, જિ.મહેસાણા), રાકેશ ભૂપત સોલંકી (હાલ રહે.,નંદનવન સોસાયટી, વરાછા, મૂળ રહે.,સાંજણવાવ, તા.રાજુલા, જિ.અમરેલી)ને પકડી પાડી પૂછપરછ કરતાં ઈલેક્ટ્રિક મિક્સ મટિરિયલની ખોટી બિલ્ટી લઈ વાપીથી બાઈક પર આવેલા બે ઈસમે દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું જણાવતાં કન્ટેનરમાં તપાસ કરી હતી.

જેમાંથી રૂ.17,20,800નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે ચાર ઈસમની અટક કરી દારૂ મંગાવનાર રામજી ઉર્ફે રામુ, દારૂ ભરાવનાર બે ઈસમ, મયૂર, એ.કે.મોનુ, ધીરૂ, પાતા, મેહુલ કાનજી પટેલ, આલીંગ, હિરેન, કાળુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top