SURAT

સુરતમાં ભાઈના લગ્ન માટે ઉધાર લીધેલા રૂપિયા બાબતે વ્યાજખોરે મહિલાના કર્યા આવા હાલ

સુરત: (Surat) લિંબાયત ખાતે પોલીસે (Police) વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ ભાઈના લગ્ન (Marriage) માટે લીધેલા 50 હજારને બદલે 90 હજારની માંગણી કરનાર અને રીક્ષા ડ્રાઈવરને 40 હજાર આપી 115 ટકા લેખે 6 હજાર વ્યાજ (Interest) વસૂલનારાઓ સામે પોલીસે ફરિયાદ (Police Complaint) નોંધી હતી.

  • વ્યાજખોરોનો આતંક : ભાઈના લગ્ન માટે લીધેલા 50 હજારના બદલે 78 હજાર વસુલ્યા
  • લિંબાયતમાં વ્યાજખોરોએ રીક્ષા ડ્રાઈવર પાસેથી 40 હજારના બદલે 115 ટકા લેખે 6000 વ્યાજની વસુલાત કરી

લિંબાયત ખાનપુરા ખાતે રહેતી 33 વર્ષીય યાસ્મીનબેન નજીર શેખના દોઢ વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થતા હાલ તે પિતા સાથે રહે છે. ત્રણેક વર્ષ પહેલા યાસ્મીનના ભાઈના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતી. જે માટે સોસાયટીમાં રહેતા સોહેલ ગુલામ શા દિવાન (રહે. ખાનપુરા, લીંબાયત) પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જેના બદલે દર મહિને 5 હજાર રૂપિયા આઠ મહિના સુધી કુલ 40 હજાર તેને પરત આપી દીધા હતા. યાસ્મીને બાકીના 10 હજાર રૂપિયા ચુકવવા થોડો સમય માંગતા સોહેલે અત્યાર સુધી આપેલા 40 હજાર માત્ર વ્યાજ હોવાનું કહ્યું હતું. અને 50 હજાર પુરેપુરા બાકી હોવાનું કહીને ઉઘરાણી કરી હતી. જેથી તેણે 30 હજાર રોકડા આપતા તેને 20 હજાર બાકી હોવાનું કહીને આ 20 હજાર પર દર મહિને 2 હજાર વ્યાજ આપવાનું કહીને માનસિક ત્રાસ આપતો હતો. આમ 50 હજારના બદલામાં સોહેલે 78 હજાર ચુકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરતા લિંબાયત પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

તેવી જ રીતે લિંબાયતમાં નુરી મસ્જીદ પાસે બેઠી કોલોનીમાં રહેતા 31 વર્ષીય ઝુબેર જલીલ શેખ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 10 સપ્ટેમ્બરે રીક્ષાનું રિપેરીંગ કરવાનું હોવાથી મીઠીખાડી પાસે રહેતા રમજાન ઉર્ફે જાડા પઠાણ પાસેથી 40 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ રૂપિયા દોઢ મહિનામાં 10 હજાર પરત આપી દીધા હતા. બાકીના નાણા થોડા દિવસમાં આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે રમજાને અત્યાર સુધી વ્યાજ આપ્યાનું કહીને બાકીના 40 હજાર પુરેપુરા આપવા પડશે તેવું કહ્યું હતું. અને મહીને 115 ટકા લેખે 6 હજાર રૂપિયા વ્યાજ સહીતના નાણા વસુલ કરીશ તેવી ધમકી આપતા ઝુબેરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. જોકે છેલ્લા 15 દિવસથી ફરી રૂપિયાની ઉઘરાણી કરતા લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top