SURAT

સુરત: યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં વાળ અને કાંકરાની સાથે હવે આ વસ્તુ મળી આવી

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની (Girls Hostel) મેસમાં પિરસાતા ભોજનમાં (Food) ઇયળ નીકળી આવી હતી. જેને કારણે વિદ્યાર્થિનીઓએ (Students) હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ ભોજનમાંથી વાળ અને કાંકરા મળી આવ્યા છે. આમ વિદ્યાર્થિનીઓને પડતી તકલીફને જોતા જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનની સાથે જ યુનિવર્સિટીને (University) ચીમકી આપતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ભોજનની ગુણવત્તા નહીં સુધરશે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં પણ આવશે.

  • યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં વાળ અને કાંકરાની સાથે હવે ઇયળ પણ પિરસાવા લાગી!
  • આગામી દિવસોમાં ભોજનની ગુણવત્તા નહીં સુધરશે તો પછી એબીવીપી ઉગ્ર આંદોલન કરશે

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બિનઆરોગ્યપ્રદ અને હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો હતો. આટલું જ નહીં, વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર ફરતા કર્યા હતા. દરમિયાન વિદ્યાર્થિનીઓની ફરિયાદ એબીવીપીના કાને પહોંચી હતી. એ પછી તેમણે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન સાથે યુનિવર્સિટીને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે દરરોજ જ ભોજનની થાળીમાંથી જીવજંતુઓ અને વાળ સહિત કચરા મળી આવે છે. આ મામલે વિદ્યાર્થિનીઓ ફરિયાદ કરે છે, ત્યારે ફરિયાદ પર ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આવા બિનઆરોગ્યપ્રદ ભોજનથી કોઈ વિદ્યાર્થિનીનું સ્વાસ્થ્ય નહીં બગડે, એવી ચિંતા વ્યક્ત કરી હતી. જો આગામી સમયમાં ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો, યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થિનીઓના ઉગ્ર સ્વરૂપ જોવા તૈયાર રહેવું પડશે.

સ્કૂલનું જ સ્વેટર પહેરવું પડશે, એવું કહેનારા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ
સુરત: સ્કૂલનું જ સ્વેટર પહેરવું પડશે, એવું કહેનારા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ વાલી મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં કરી છે. વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. એવામાં જ શહેરની અનેક સ્કૂલો બાળકોને ફરજિયાત પોતાની સ્કૂલના સિમબોલ વાલા સ્વેટર પહેરવાની સાથે ખરદીવા માટે વાલીઓને દબાણ કરી રહી છે. આવી રીતે વેપાર કરનારી સ્કૂલો કે તેના સંચાલકો સામે કાર્યવાહી તાત્કાલિક થાય એવી માંગ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં કરી છે. ઉપરાંત જે પણ સ્કૂલોએ સ્વેટર વેચીને વાલીઓ પાસે રૂપિયા પડાવ્યા છે, તેને પણ તાત્કાલિક રૂપિયા પરત કરવામાં આવે એવી પણ માંગ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં કરી છે.

બીજા સત્રનો પ્રારંભ થઈ ગયો, પરંતુ વાલીને આરટીઇના રૂ. 3 હજાર ના મળ્યા
વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે એવું પણ જણાવ્યું હતું કે બીજા સત્રનો પ્રારંભ થયાને આજે ત્રણેક મહિના થઈ ગયા છે. પરંતુ આરટીઇ અંતર્ગત વાલીઓને રૂ. 3 હજાર મળે છે, તે હજી પણ મળ્યા નથી. જેથી તે ફી તાત્કાલિક મળે તેવી માંગ પણ વાલી મંડળે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઇ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં યુનિફોર્મ, બૂટ મોજા, બેગ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 3 હજાર આપવામાં આવતા હોય છે.

Most Popular

To Top