SURAT

સુરતમાં રિક્ષાચાલક ફરિયાદ કરવા ગયો તો તેને જ લોકઅપમાં પૂરી દઈ પોલીસે ઢોર માર માર્યો

સુરત : (Surat) અકસ્માતના (Accident) કેસમાં (Case) ફરિયાદ (Complaint) કરવા ગયેલા ફરિયાદીને આરોપી (Accused) બનાવીને આખી રાત લોકઅપમાં (Lock Up) બેસાડી રાખનાર મહિધરપુરા પોલીસના (Police) પીએસઆઇ અને બે કોન્સ્ટેબલોની સામે ગુનો (Crime) નોંધવા માટે કોર્ટે (Court) આદેશ (Order) કર્યો હતો.

  • રિક્ષાચાલક ઈસ્માઈલ ઈબ્રાહીમ શેખ અકસ્માતની ફરિયાદ આપવા ગયો હતો
  • પીએસઆઈ એમ.જી. મકવાણા, પીએસઓ દિપકભાઈ અને કોન્સ્ટેબલ અજયે રિક્ષાચાલક સાથે ગેરવર્તન કર્યું
  • મહિધરપુરા પોલીસે રિક્ષાચાલકનો મોબાઈલ, રિક્ષાના કાગળીયા લઈ હેરાન કર્યો
  • આખી રાત લોકઅપમાં બેસાડી માર માર્યો, છૂટ્યા બાદ નવી સિવિલમાં રિક્ષાચાલકે સારવાર કરાવી
  • રિક્ષાચાલકે ત્રણેય પોલીસકર્મી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ આપતા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો

આ કેસની વિગત મુજબ ઇસ્માઇલ ઇબ્રાહીમ શેખ ગત તા. 05-02-2019ના રોજ પોતાની રિક્ષા લઇને મહિધરપુરા પોલીસમથકની હદમાંથી રિક્ષા લઇને નીકળ્યા હતાં હતા. તે દરમિયાન એક મોટરસાઇકલ સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો. જેથી તેઓ ફરિયાદ કરવા માટે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાં હાજર પીએસઆઇ એમ.જી. મકવાણા, કોન્સ્ટેબલ અજય અને પીએસઓ દિપકભાઇએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. તેઓ ફરિયાદી હોવા છતાં તેમને આખી રાત લોકઅપમાં બેસાડીને ટોર્ચર કરવામાં આવ્યા હતા અને માર પણ મરાયો હતો,

પોલીસે તેમની પાસેથી મોબાઇલ ફોન, રિક્ષાના દસ્તાવેજ સહિતની વસ્તુઓ લઇને હેરાન કર્યા હતા. ઇસ્માઇલભાઇએ સવારે છૂટ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને સાથે જ પીએસઆઇ મકવાણા, અજય અને દિપકભાઇની સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કોર્ટે ઇસ્માઇલભાઇની સારવાર કરનાર ડોક્ટરની પણ જુબાની લીધી હતી. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ઇસ્માઇલભાઇની ફરિયાદ મંજૂર રાખી હતી અને પીએસઆઇ મકવાણા, પો.કો. અજયભાઇ તેમજ પીએસઓ દિપકભાઇની સામે આઇપીસી 114, 166(એ) અને 323 મુજબ ગુનો નોંધી તપાસ કરીને રિપોર્ટ કરવા માટે આદેશ કર્યો હતો.

Most Popular

To Top