SURAT

સૂમસામ રસ્તા પર આંખમાં સ્પ્રે નાંખીને સુરતના આ કેનાલ રોડ પર 55 લાખની લૂંટ

સુરત: (Surat) ડિંડોલી ભાટિયા રોડ ના પાછળના વિસ્તાર સૂમસામ છે. અહી છાસવારે નાની માટી લૂંટની (Loot) ઘટના બને છે તેમાં વધુ એક લૂંટનો ગુનો દાખલ થવા પામ્યો છે. અહી મધુરમ સર્કલ , કેનાલ રોડ (Canal Road) પર સૂમસામ વિસ્તારમાં 55 લાખની લૂંટનો ગુનો દાખલ થતા પોલીસ (Police) દોડતી થઇ ગઇ છે. તેમાં ફરિયાદી અંકિત કનોડીયાએ જણાવ્યુંકે તેઓ તેમની બોલેરોમાં કડોદરા ખાતે પ્રોપર્ટી ડીલર (Property dealer) અરવિંદભાઇને નાણા આપવા માટે જઇ રહ્યા હતા. તેમની સાથે તેમના કાકા વિનોદ જી કનોડીયા સાથે હતા.

  • મધુરમ કેનાલ રોડ પર 55 લાખની લૂંટ : સૂમસામ રસ્તા પર આંખમાં સ્પ્રે નાંખીને ગઠિયા બેગ તફડ઼ાવી ગયા
  • ગાડી પર કાદવ નાંખીને ગાડી રોકી લૂંટ ચલાવી
  • રિયાદીની ફરિયાદ સાચી છે કે ખોટી તેની ઉલટ તપાસ પોલીસ કરી રહી હોવાની વિગત જાણવા મળી છે

આ માટે નિવાસસ્થાન સેરેટોન લકઝરીયા એપાર્ટમેન્ટ , ખાટુ શ્યામ ખાતેથી પેમેન્ટ લીધુ હતુ. ભેસ્તાન આવાસ પાસેથી નીકળી વાયા ડીંડોલી કેનાલ રોડ પકડયો હતો. આ રસ્તો એકદમ સૂમસામ હતો તે દરમિયાન અજાણ્યા ઇસમોએ બોલેરો પર કાદવ નાંખતા તેઓએ ગાડી થોભાવી પડી હતી. તે દરમિયાન એકટીવા પર બે અજાણ્યા ઇસમોએ પેપર સ્પ્રે તેઓની આંખમાં નાંખ્યુ હતુ તથા ચાકૂ બતાવીને તેઓની 55 લાખ ભરેલી બેગ લઇને ભાગી ગયા હતા. ડિંડોલી પોલીસને ફરિયાદી દ્વારા આરોપીઓ ન જોયા હોવાનુ જણાવ્યું છે.

આ ઉપરાંત આ નાણા તેઓએ પાંચં કરોડની જમીન લીધી હોવાને કારણે તેનુ પાર્ટ પેમેન્ટ આપવા માટે તેઓ કડોદરા જઇ રહ્યા હતા. સાંજના સાત વાગ્યે આ લૂંટની ઘટના ઘટી હોવાની વિગત પોલીસસૂત્રોએ જણાવી હતી. અલબત ફરિયાદીની ફરિયાદ સાચી છે કે ખોટી તેની ઉલટ તપાસ પોલીસ કરી રહી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top