SURAT

વરાછામાં તસ્કરો જ્વેલર્સની દુકાનમાં દિવાલમાં બાકોરું પાડી ઘુસી ગયા

સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા અને એ.કે રોડ પર જ્વેલર્સ (Jewellers) ધરાવતા વેપારીની દુકાનમાંથી (Shop) તસ્કરો પાછળની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને ઘુસી ગયા હતા. અને સોનાના (Gold) દાગીના, રોકડ તથા ચાંદીની મૂર્તિ અને વાસણો ચોરી કરી ગયા હતા.

  • વરાછામાં તસ્કરો જ્વેલર્સમાં પાછળની દુકાનની દિવાલમાં બાકોરું પાડી ઘુસી ગયા
  • જ્વેલર્સમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો અને ભગવાનની મૂર્તિ તથા રોકડ ઊઠાવી ગયા

ઉત્રાણ ખાતે એમ્બેવેલી હાઈટ્સમાં રહેતા 38 વર્ષીય યોગેશ કૈલાશચંદ્ર મહેતા વરાછા એ.કે. રોડ મોદી મહોલ્લો સોનીપંચની વાડી દુકાન નં. ૯ માં દિપીકા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. દિવાળી આવતી હોવાથી ચાંદી અને સોનાનો સ્ટોક લઈને તિજોરીમાં અને તિજોરીની બહાર દાગીના અને મૂર્તિ તથા વાસણો મુકી રાખ્યા હતા. ગત 18 તારીખે તેમના પિતાજી સામાજીક કામ માટે બેંગ્લોર ગયા હતા. 21 તારીખે રાત્રે તેઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા.

ત્યારે રાત્રે કોઈ ચોર તેમની દુકાનની બાજુમાં આવેલી મારૂતિ ઇલેક્ટ્રોનિક્સ દુકાનની પાછળની દિવાલમાં કોઇ સાધનથી બાકોરું પાડીને ઘુસી આવ્યા હતા. દુકાનમાં પ્રવેશ કરીને કાઉન્ટરમાં રાખેલી સોનાની બુંટ્ટી, નાકમાં પહેરવાના જુના દાણા મળી કુલ 10 ગ્રામ આશરે 45 હજારનું અને 4 હજાર રોકડા મળીને કુલ 49 હજારની ચોરી કરી નાસી ગયા હતા. આ સિવાય અલગ અલગ ચાંદીના દાગીના તથા ચાંદીની અલગ અલગ ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના વાસણની પણ ચોરી કરી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top