SURAT

સુરતની ઘટના: ઘરમાં ઇલેક્ટ્રિક બાઈકની બેટરી ચાર્જમાં મુકવું પડ્યું ભારે, આગ લાગી

સુરત (Surat): હાલમાં ઇલેક્ટ્રિક બાઈકનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. જો કે લોકોના વધતા જાત ક્રેઝ વચ્ચે ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. જ્યારે હવે ઇલેક્ટ્રિક બાઈક (electric bike) ની બેટરી (Battery) ફાટવાનાનાં (Blast) બનાવો સામે આવી રહ્યા છે. આવી જ ઘટના બની છે સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામમાં. જ્યાં ઘરમાં ચાર્જિંગ માટે મુકેલી બેટરી ફાટી જતા ઘરમાં આગ (Fire) લાગી ગઈ હતી. જેના પગલે ઘર વખરીનો સમાન બળીને ખાક થઇ ગયો હતો. જો કે આ ઘટના પરિવાર બચી ગયો હતો.

જોરદાર બ્લાસ્ટ બાદ ઘરમાં લાગી આગ
સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં રહેતા પરિવારે રાત્રીનાં સમયે ઇલેક્ટ્રિક બાઈકની બેટરી ચાર્જ કરવા માટે મૂકી હતી. આ દરમિયાન એકાએક બેટરી ફાટી જતા ઘરમાં આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતરફી મચી જવા પામી હતી. આગ લાગતા પરીવારજનોએ બુમાબુમ કરી દીધી હતી. જેના કારણે અન્ય પરિવારનાં સભ્યો આવી જતા તમામ લોકો ભયનાં માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરના જ એક સભ્ય દ્વારા ઇલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી આ ગાડીની બેટરી વહેલી સવારે ચાર્જ કરવા માટે મૂકી હતી. આ દરમિયાન એકાએક બેટરીમાં ધડાકા ભેર બ્લાસ્ટ થતા ઘરમાં સુતેલા અન્ય પરિવારજનો જાગી ગયા હતા. અવાજ એટલો જોરદાર હતો કે પરિવારજનો કઈ સમજે કઈ કરે તે પહેલા તો ઘરમાં આગ લાગી ગઈ હતી. જેના પગલે તમામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઈલેક્ટ્રીક વ્હીકલની બેટરી લોકો માટે જીવનું જોખમ
પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો જાગી ગયા હતા. તેમજ તમામ લોકોએ ભેગા મળીને ઘર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો શરુ કર્યા હતા. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો ફાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગના પગલે ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાક થઇ ગઈ હતી. આગના ધુમાડાનાં પગલે ઘરની દીવાલો કાળી પડી ગઈ હતી. પરંતુ આ બેટરી કયા કારણોસર ફાટી જેના કારણે આખા ઘરમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવોના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા તરફ વળ્યા છે. જો કે લોકોને પ્રોત્સાહન આપવા સરકાર પણ સબસીડી આપી રહી છે. પરંતુ ઈલેક્ટ્રીક વ્હીકલની બેટરી લોકો માટે જીવનું જોખમ ઉભું કરી શકે છે. જે આ ઘટના પરથી પ્રતિત થાય છે.

Most Popular

To Top