SURAT

હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી દેવાતા ઉકાઈ ડેમ આટલો ભરાયો

સુરત(Surat) : ઉપરવાસમાં વરસાદનું (Rain) જોર ઘટતા ઉકાઇ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઘટીને સાંજે 40 હજાર ક્યુસેક થઇ ગઇ હતી. ટેસ્કામાં બે ઇંચ, લખપુરામાં એક ઇંચ, ચીખલધરામાં ત્રણ ઇંચ, ગોપાલખેડા અને દેડતલાઈમાં એક ઇંચ અને બુરહાનપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના રેઈન ગેજ સ્ટેશનો પર વરસાદી ઝાપટા પડ્યા હતાં. કેચમેન્ટ સહિત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો હતો. બુધવારે ઉકાઈ ડેમમાં 48 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમની સપાટી 325.50 ફુટે પહોંચતા ડેમ રૂલ લેવલથી હાલ 8 ફુટ નીચે છે.

  • હથનુરમાંથી 1.41 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇની આવક વધીને 1.05 લાખ ક્યુસેક થઇ હતી
  • રાતભરમાં ઉકાઈ ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો
  • સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી, હાલ 66 હજાર ઈનફલો

ડેમમાં મધરાતે એક વાગે 60 હજાર ક્યુસેક પાણીની આવક હતી જે સાંજે ઘટીને 48 હજાર અને પછી 40 હજાર ક્યુસેક થઈ હતી. હથનુરની સપાટી 208.780 મીટર નોંધાઈ હતી. અને હથનુર ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણી 22 ગેટ ખોલીને છોડવાનું ચાલું રખાયું હતું. ત્યાર બાદ મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદ વધતાં હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતાં. ઉકાઇ ડેમમાંથી 1.41 લાખ ક્યુસેક પાણી છોડવાામાં આવી રહ્યું હતું જેના કારણે ઉકાઇ ડેમમાં 1.05 લાખ ક્યુસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. તે જોતા 24 કલાકમાં ઉકાઇ ડેમની જળ સપાટી 2 ફૂટ જેટલી વધી જશે. ઉકાઇ ડેમના અત્યાર સુધીમાં 1200 Mcm પાણી આવવાની સાથે સપાટી 10 ફૂટ વધતા ડેમ 54 ટકા ભરાયો છે. હાલ ડેમ માં ૩3634 mcm પાણી નો જથ્થો છે

તમને જણાવી દઈએ કે આજે ગુરૂવારે સવારે 10 કલાકે ઉકાઈ ડેમનું લેવલ 326.37 ફૂટ થયું હતું. જે રાત્રિના 12 વાગ્યાના 325.50 ફૂટની સરખામણીએ 1 ફૂટ વધારો સૂચવે છે. હાલ ડેમમાં ઈનફલો 66,427 ક્યૂસેક છે. આઉટફલો 800 ક્યૂસેક છે. આમ, હથનૂર ડેમના તમામ 41 દરવાજા ખોલાયા બાદ આખી રાતમાં ઉકાઈ ડેમની સપાટી 1 ફૂટ વધી છે. રાતે 12 વાગ્યે ઉકાઈમાં ઈનફલો 1.97 લાખ ક્યૂસેક હતો તેનું જોર ઘટ્યું છે. તેમ છતાં દિવસ દરમિયાન હજુ 1 ફૂટ સપાટી વધે તેવી સંભાવના જોવાઈ રહી છે. ગુરુવારે બપોરના અપડેટ અનુસાર હથનુરના 41 ગેટ ફુલ ખોલીને 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુરની સપાટી 209.900 મીટર નોંધાઈ છે.

Most Popular

To Top