SURAT

‘માર સાલે કો, છોડના મત’ સુરતમાં મુસ્લિમ ફાયનાન્સરની જાહેરમાં ચપ્પુ મારી હત્યા

સુરત : (Surat) રાંદેરના મોરાભાગળ (MoraBhagal) વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે સલીમ ખલીલ (Salim Khalil) નામના યુવકની ચાર અજાણ્યા બુકાનીધારીઓએ ઘાતકી હત્યા (Murder) કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. અને રાંદેર પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

રાંદેર ગોરાટ રોડ પર અમી સોસાયટીમાં રહેતી સાહેદાબાનુ સલીમ ખલીલ પઠાણે રાંદેર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સલીમની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સલીમ રાંદેર તાડવાડી પટેલ પાર્ક સોસાયટી ખાતે આવેલી શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. સલીમે કારીગર તરીકે હનીફ ઉર્ફે મુન્નુ હારુન શેખને રાખ્યો છે. ગઈકાલે રાત્રે સલીમ નમાઝ પઢીને ઘરે જમવા ગયો હતો. અને જમીને શાકભાજી માર્કેટ જવા નીકળ્યો હતો. સલીમ મોપેડ ઉપર જતો હતો ત્યારે ચાર અજાણ્યા બુકાનીધારી મોટર સાયકલ તથા મોપેડ ઉપર આવ્યા હતા. અને સલીમને આંતરી લાકડાના ફટકા વડે સલીમને મારવા જતા તેમની સાથે મોપેડ ચલાવનાર હારૂનને વાગી જતા ઈજા થઈ હતી. અને હારૂને મોપેડનુ સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. સલીમ મોપેડ પરથી નીચે પટકાતા અજાણ્યાઓ ‘માર સાલે કો, છોડના મત’ તેવી બુમો મારતા હતા. સલીમ તેમનાથી બચવા મોરાભાગળ સર્કલ તરફ ભાગતા ચારેય જણાએ તેનો પીછો કરી પકડી પાડી ઘેરી લઈ પેટના ભાગે, જાંઘ, સાથળના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા કરી ભાગી ગયા હતા.

રૂપિયાના વ્યાજની લેતી દેતીમાં હુમલો કરનાર ચાર શંકાના દાયરામાં
સલીમની સાથે ઇજાગ્રસ્ત થયેલા તેના મિત્ર હારૂને જણાવ્યું હતું કે, બાઈકના આગળના ભાગે મેરે પીર કી નજર લખ્યું હતું. આ બાઈક શાકભાજીનો ધંધો કરતા અને રાંદેર કબ્રસ્તાન પાસે રહેતા રફીક પીંજારાની છે. ગઈકાલે સાંજે તેણે સલીમ પાસે ઉછીના પૈસા માંગ્યા હતા. સલીમે પૈસા આપવાની ના પાડતા તે ગુસ્સે થઈ જતો રહ્યો હતો. તેમજ અજય દેવીપૂજક (રહે.સુભાષનગર, રાંદેર) નો ભાઈ રવિ શાકભાજીનો ધંધો કરે છે. તેણે સલીમભાઈ પાસેથી 30 હજાર ઉછીના લીધા હતા. સલીમ તેની પાસેથી રોજના 300 રૂપિયા વસુલે છે. જેથી તેના ભાઈ અજયને મનદુખ હતું. અજય શાકમાર્કેટ પાસે રીક્ષા ચલાવતા મુકેશની રીક્ષામાં પાલનપુર શાકભાજી માર્કેટ ખાતે આવી તેના હાથમાં કાગળના પુઠ્ઠામાં વિટાળેલો ચપ્પુ બતાવ્યો હતો. અને જતા જતા ઘા મારવાની ધમકી આપી હતી. રફીક પીંજારા, અજય દેવીપૂજક, રવિ દેવીપૂજક તથા મુકેશ રીક્ષાવાળાએ હત્યા કરી હોવાની શંકા છે.

Most Popular

To Top