Dakshin Gujarat

સુરતમાંથી ત્રણ સંતાનોને લઇ ઘરેથી નીકળી ગયેલા પિતાએ બારડોલીમાં બાળકોને રઝળતા મૂકી દીધા

બારડોલી: (Bardoli) નશા યુક્ત હાલતમાં રહેતા ઉધના લિંબાયતના શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની (Husband Wife) વચ્ચે ખટરાગ પેદા થતાં એક પુત્રી અને બે માસુમ સંતાનો (Children) સાથે ઘરેથી નીકળી આવેલા શ્રમજીવી પિતાએ બારડોલીના નાદીડા ચોકડી વિસ્તારમાં સગીર ત્રણ સંતાનોને રઝળતા મૂકી તેઓને તરછોડી ચાલી ગયો હતો. જેને પગલે રડમસ હાલતમાં જણાતા બાળકોને એકમેકનો હાથ પકડી મૂંઝાયેલા હોવાનું જણાતા રસ્તા ઉપરથી પસાર થતાં હતા. ત્યારે તેન ગામના માજી સરપંચ રમેશ રાઠોડએ માનવતાના નાદે માસુમ બાળકોને રોકી પૂછપરછ કરતા બાળકોએ તેમના પિતા તેમને રસ્તે મૂકી કશે જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું.

  • દંપતિ વચ્ચે ખટરાગ થતાં ત્રણ સંતાનોને લઇને ઘરેથી નીકળી ગયેલા પિતાએ બાળકોને રઝળતા મૂકી દીધા
  • ગામના માજી સરપંચ રમેશ રાઠોડએ માનવતાના નાદે માસુમ બાળકોને રોકી પૂછપરછ કરી
  • બારડોલીમાં તરછોડાયેલા લિંબાયતના શ્રમજીવી પરિવાર ત્રણ ભૂલકાનું પોલીસે માતા સાથે મિલન કરાવ્યું

શનિવારથી બાળકો અટવાતા હોવાનું જણાવતા તેમને બિસ્કીટ ખવડાવી બારડોલી પોલીસ મથકે લઈ આવતા બીટ જમાદાર એએસઆઈ અર્જુનભાઈ ચૌધરીએ ભુખા તરસ્યા બાળકોની ભોજનની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત તેમનો પ્રેમ સંપાદન કરી પૂછપરછ કરતા ભારે જહમત બાદ બાળકો લિંબાયતમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઓફિસની સામેના વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. લિંબાયતમાં પોતાના સૂત્રો દ્વારા તપાસ કરતા બારડોલી પોલીસને સગીરવયનાના માસુમ બાળકોની માતાનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી. બારડોલીમાં સંતાનોની શોધમાં રઘવાઈ બનેલી માતાએ પહોંચતા ત્રણે બાળકો પોતાની માતાને ભેટી પડતા હર્ષનો માહોલ જણાયો હતો. બારડોલી પોલીસની કામગીરીને બિરદાવતા અભિનંદન અપાયા હતા.

મહુવામાંથી દારૂ ભરેલી કાર સાથે ૩.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો
અનાવલ : મહુવા પી.એસ.આઈ વી.એ.સેંગલ અને પોલીસ સ્ટાફ મિયાપુર ખાતે રાત્રી દરમિયાન વાહન ચેકીંગમા હતા. તે દરમિયાન બારડોલી ડીવાયએસપી એચ.એલ.રાઠોડ તપાસમાં આવતા તેમના માર્ગદર્શન હેઠળ મહુવા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન કરચેલીયા તરફથી એક કાર (GJ-19-AM-3728)આવતા બારડોલી ડીવાયએસપીએ કારને અટકાવી અંદર તલાસી લેવા જણાવતા કારમાંથી મિણીયા કોથળામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 222 નંગ બોટલ કિંમત રૂ.27,000 અને કાર કિંમત રૂ.3 લાખ મળી કુલ્લે 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અશોક રોહિત પટેલ (રહે-મુડત,તા-મહુવા)ની ધરપકડ કરી હતી. જ્યારે સીતાપુર, તા-વાંસદાના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top