National

મહારાષ્ટ્રમાં બલ્લારશાહ રેલવે સ્ટેશન ઉપરનો ફૂટ ઓવર બ્રિજ ધરાશાહી, 20 લોકો ઘાયલ, 8 ગંભીર

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર્ના (MAharastra) ચંદ્રપુરમાં સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બલ્લારશાહ રેલવે સ્ટેશન (Railway Station) ઉપર બનાવવામાં આવેલા ફૂટ ઓવર બ્રિજનો એકભાગ એકાએક ધારાશાહી થયો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે આ ધટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર રીતે ધાયલ થયા હતા તેમજ 8 લોકોની હાલત નાજુક હોવાની જાણકારી મળી આવી છે. રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ ફૂટ ઓવરની ઉચાઈ 60 ફૂટ હોવાનું માલૂમ પડ્યું છે. રેલવેએ ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) સારવાર અર્થે ખસેડયા હતા.

  • ફૂટ ઓવરની ઉચાઈ 60 ફૂટ હોવાનું માલૂમ પડ્યું
  • મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રવિવારની સાંજે એક મોટો અકસ્માત થયો
  • લગભગ 20 લોકો રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ ફૂટઓવર બ્રિજ પરથી પડ્યા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રવિવારની સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં લગભગ 20 લોકો રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ ફૂટઓવર બ્રિજ પરથી પડ્યા હતાં. આ ઉપર 8 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ઘટના દરમ્યાન ઘણાં મુસાફરો કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ ઘરાશાયી થયો હતો. જ્યારે અચાનક પુલ વચ્ચેથી ધરાશાયી થઈ ગયો ત્યારે રેલવેએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જણાવી દઈએ કે ગુજરાતના મોરબીમાં મોટી બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ગુજરાતના મોરબીના હેંગિંગ બ્રિજ પર ઘણા લોકો પહોંચ્યા હતા. આ સમય દરમ્યાન નદી ઉપરનો ઝૂલતો પુલ એકાએક તૂટી ગયો હતો જેના કારણે લગભગ 140 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ અકસ્માત પછી વહીવટીતંત્ર અને બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.

Most Popular

To Top