SURAT

સુરતમાં ચેન સ્નેચરો બેખોફ- હીરા દલાલના ગળામાંથી એક લાખની સોનાની ચેઇન તોડી લીધી

સુરત: (Surat) પાલ અડાજણ ખાતે ગેલેક્ષી સર્કલ પાસે ચાલવા નીકળેલા હિરા દલાલના (Diamond Broker) ગળામાંથી બે સ્નેચરો 1 લાખના કિંમતની સોનાની ચેઈન ખેંચી (Chain Snatching) ભાગી ગયા હોવાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પાલ અડાજણ ખાતે સિદ્ધશીલા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય ચિરાગભાઈ યોગેશભાઈ શાહ હીરા દલાલીનું કામ કરે છે. ગત 21 જુને રાત્રે તેઓ ઘર પાસે ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા ગેલેક્ષી સર્કલ પાસે આવ્યા ત્યારે બાઈક ઉપર બે અજાણ્યા આવ્યા હતા. તેમની પાસે આવીને બાઈક (Bike) ધીમી પાડી બાદમાં તેમના ગળામાં રહેલી સોનાની (Gold) બે તોલાની આશરે 1 લાખના કિમતની ચેઈન આંચકી ભાગી ગયા હતા. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

31 લાખની લૂંટ કરી એક લાખ જુગારમાં હારી જનાર વધુ ત્રણ ઝડપાયા
સુરત : સગરામપુરામાં ‘સાંઇ સિધ્ધી એજન્સી’ તથા ‘સાંઇ સમર્થ એજન્સી’ ના નામથી મની ટ્રાન્સફરનું કામ કરતા જગદીશભાઇ ચોક્સી ઉધના ત્રણ રસ્તા પાસે રોંગસાઇડે પેટ્રોલ પુરાવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ત્રણ અજાણ્યાઓ જગદીશભાઇના ખોળામાંથી રૂા.31.39 લાખ ભરેલી બેગ આંચકી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે સગીરને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂા.28 હજાર કબજે કરી લેવાયા હતા. પોલીસની પુછપરછમાં લૂંટારુઓએ આ બંને સગીરોને 30 હજાર આપ્યા હતા.

જેમાંથી આ બંને યુવકો 2 હજાર મુંબઇ જવાના ભાડામાં તેમજ નાસ્તો કરવામાં વાપરી નાંખ્યા હતા. પોલીસે આ બંને સગીરની પુછપરછ બાદ મિતેષ ઉફે મીતલો ઉફે મીત રવિન્દ્રભાઈ ગોસ્વામી (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ નં ૧ સાંઈ પોઈન્ટ પાસે ડીંડોલી, તેનો ભાઇ હિરેન રવિન્દ્રભાઈ ગોસ્વામી અને ટીપ્સ આપનાર રોહિત ભીખુભાઈ રાઠોડ (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી સાઈ પોઈન્ટની સામે હળપતિવાસની પાછળ ડીંડોલી)ને પકડી પાડ્યા હતા. પોલીસે આ ત્રણેયની પુછપરછ કરતા તેમાં રોહિતે પાડોશમાં રહેતા મિતેશ અને તેના ભાઇ હિરેનને કહીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે તેઓની પાસેથી રૂા.૨૮.૫૬ લાખ કબજે કર્યા હતા. પોલીસની પુછપરછમાં આ ત્રણેય મહારાષ્ટ્ર ભાગી ગયા હતા અને ત્યાં એક લાખ રૂપિયા જુગાર રમવામાં વાપરી નાંખ્યા હતા, જ્યારે બીજા રૂપિયા કેટલાક યુવકોને આપી દીધા હોવાનું કબૂલ્યું હતું.

Most Popular

To Top