National

‘સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી’, નુપુર શર્મા પર ટીપ્પણી સામે ભૂતપૂર્વ ન્યાયાધીશોનો ખુલ્લો પત્ર

નવી દિલ્હી: નુપુર શર્મા(Nupur Sharma) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી(Application) પર સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના જજો(Judge)ની ટિપ્પણી સામે 117 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ લોકોમાં 15 ભૂતપૂર્વ ન્યાયાધીશો(Former judges), 77 ભૂતપૂર્વ અમલદારો(Former bureaucrats) અને 25 ભૂતપૂર્વ લશ્કરી(Ex-military) અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજોએ ટિપ્પણીઓ દ્વારા લક્ષ્મણ રેખાને પાર કરવાનું કામ કર્યું છે. આ ઉપરાંત પત્રમાં તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે જાગૃત નાગરિક તરીકે માનીએ છીએ કે દેશની લોકશાહી ત્યારે જ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી શકે જ્યારે દેશની તમામ સંસ્થાઓ બંધારણના દાયરામાં રહીને કામ કરે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાના અવલોકનોએ લક્ષ્મણ રેખાને પાર કરી છે અને અમને ખુલ્લો પત્ર લખવા માટે મજબૂર કર્યા છે,” પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે કરવામાં આવેલી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ ભારતની ન્યાયિક વ્યવસ્થા પર અદમ્ય ડાઘ સમાન છે. દેશની અનેક હસ્તીઓ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીનું બીજું કોઈ ઉદાહરણ નથી. એટલું જ નહીં, આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે. આનાથી લોકશાહી મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસરો પડી શકે છે.

સેલિબ્રિટીઓએ કહ્યું- ટીપ્પણીઓ ચુકાદાનો ભાગ ન હતો
પૂર્વ જજ સહિત અનેક સેલિબ્રિટીઓના ઓપન લેટરમાં કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ અને અણધારી કોમેન્ટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ચોંકાવી દીધા છે. ન્યૂઝ ચેનલો પરના ન્યાયાધીશોની ટીપ્પણીઓ જે સમાચારમાં દર્શાવવામાં આવી હતી તે ચુકાદાનો ભાગ જ નહોતો. આવી સ્થિતિમાં આ ટિપ્પણીઓએ ન્યાયિક વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. દેશના ન્યાયિક ઈતિહાસમાં આવું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી.

આ હસ્તીઓએ લખ્યો હતો પત્ર
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી પર ખુલ્લો પત્ર લખનાર ભૂતપૂર્વ ન્યાયાધીશોમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસએમ સોની, રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશો આરએસ રાઠોડ અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એસએન ઢીંગરા પણ પત્ર લખનારા જજોમાંથી એક છે. એટલું જ નહીં પૂર્વ IAS અધિકારી આર.એસ.ગોપાલન, એસ કૃષ્ણ કુમાર, નિરંજન દેસાઈ, પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય અને બીએલ વોહરા છે.

નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટના જજોએ શું કરી ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નુપુર શર્માની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર સુપ્રીમ કોર્ટે તેમને રાહત તો નથી આપી, પરંતુ તીખી ટિપ્પણી કરતા કહ્યું કે તેમના નિવેદનથી દેશમાં આગ લાગી ગઈ છે. એટલું જ નહીં, કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે ઉદયપુરમાં હત્યા પણ તેમના નિવેદનના કારણે થઈ હતી.

Most Popular

To Top