SURAT

‘સજ્જુ કોઠારી સામેનો કેસ પાછો ખેંચી લે નહીં તો..’ રાંદેરના જમીન દલાલને ધમકી મળી

સુરત (Surat) : સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે કરેલો કેસ (Case) પરત ખેંચવા માટે રાંદેરના જમીન દલાલને (Land Broker) સજ્જુના ભાઈ આરીફે જાનથી મારવાની ધમકી (Threaten) આપી હતી. સોહેલ જો નહીં માને તો સજ્જુએ તે જેલમાંથી (Jail) બહાર આવે તે પહેલા માણસો મોકલી તેને પતાવી દેવા જેલમાંથી ધમકી અપાવી હતી.

અડાજણ પાટિયા ખાતે ફીરદોશ ટાવરમાં રહેતા 40 વર્ષીય સોહેલ અહમદ મનસુર જમીન લે-વેચનું કામ કરે છે. તેણે અસરફ કોઠારી, અસગર બાગવાલા, અહદ બાગવાલા, આરીફ કોઠારી (રહે. શીતલ ટોકીઝ પાસે સુભાષ નગર રાંદેર) અને સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી (રહે. જમરૂખ ગલી અઠવા, સુરત હાલ સુરત જેલમાં) ની સામે ફરિયાદ નોંધાવી હતી. ગત 26 એપ્રિલે રાત્રે અસરફ કોઠારી, અહદ બાગવાલા અને અસગર બાગવાલા સોહેલના ઘરે ગયા હતા. સોહેલે ત્રણેયને કેમ આવ્યા છો, પુછતા ‘સજ્જુ કી મેટર મે સમાધાન કે લીએ આયે હે’ તેવું કહ્યું હતું. જેથી સોહેલે દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા ઘરમાં ઘુસી ગયા હતા. અને ઘરમાં બધાને ગાળો આપી હતી. સજ્જુની સામે કરેલો કેસ પરત ખેંચવા ધમકી આપી ઝપાઝપી કરી હતી. કેસ નહીં ખેંચે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સજ્જુ કોઠારી જેલમાં ગયો છે જેને કોર્ટમાં 2.50 લાખ જેટલો ખર્ચ થયો છે જે તારે આપવા પડશે, નહી આપે તો તને ઘરમાંથી બહાર નીકળવું ભારે પડી જશે અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા.

ઘરના ખાનગી રૂમમાં છૂપાયેલા સજ્જુને પોલીસે માર્ચમાં પકડ્યો હતો
સુરત પોલીસમાં ઉચ્ચ અધિકારીને મારી નાંખવાની ધમકી આપનાર અને પોલીસ માટે પડકાર બનનાર સજજુ કોઠારીને (SajjuKothari) સુરત પોલીસ (Police) કમિશનર અજય તોમરની ટીમ દ્વારા ગઈ તા. 26 માર્ચ 2022ના રોજ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારી અને તેના પરિવારને ખત્મ કરવાની ધમકી આપવાનું સજ્જુ કોઠારીને ભારે પડી ગયું હતું. ક્રાઇમ બ્રાન્ચના 70 જેટલા જવાનો દ્વારા ઘરના ચોર ખાનામાં લપાઇને બેસેલા સજ્જુ કોઠારીને પકડી પાડવામાં આવ્યો હતો. સજજુ કોઠારીએ જમરૂખ ગલી, નાનપુરાના ઘરમાં જ પાંચ બાય છની ખોલી બનાવી હતી. પોલીસને તેના વિશાળ બંધ બંગલામાં દિવાલનો પોલો ભાગ શોધતા પાંચ કલાક લાગ્યા હતા. અંતે ફર્નિચરના પાછળની દિવાલની અંદર ઓરડીમાં સજ્જુ કોઠારી લપાઇને બેઠો હતો.

Most Popular

To Top